અનમેરીડ કપલ ને મળશે આરામથી હોટલમાં રૂમ..!

0
128

આપણે જોઇએ છીએ કે અનમેરીડ કપલ ને રૂમ હોટલમાં રૂમ મળવામાં મુશ્કેલી પડતી હોય છે. પરંતુ હવે ઓયો રૂમ ઇન કપલ્સ માટે સારા સમાચાર છે ગ્રાહકો ને લોભાવવા માટે ઓનલાઇન રૂમ બુક કરવા વાળી કંપની ઓયો રૂમ્સ એક નવું ફિચર લઇને આવી છે. ઓયો આ ફિચર દ્વારા હવે અનમેરિડ કપલ્સ માટે રૂમ બુકસ કરશે.
ઉલ્લેખનિય છે કે, ઓયો રૂમ્સ 2 મહિના પહેલા પાયલોટ પ્રોજેકટ ની સેવા શરુ કરી હતી. આ સેવા અંતર્ગત કપલ્સે ઓયોની વેબસાઇટ અથવા એપ ઉપર જઇ પોતાના રીલેશનશીપ અપડેટ કરવાનું હોય છે. રિલેશનશિપ મોડ અપડેટ કર્યા બાદ કપલ્સ પોતાના સ્થાનીય ઓળખકાર્ડ દેખાડી રૂમ ભાડા ઉપર લઇ શકે છે. ઓયો કંપની મોટાપાયે રૂમ ભાડે આપવાનું કામ કરી રહી છે. 200 શહેર અને 70 હજાર રૂમ છે. કંપની મુજબ આ સ્કિમ 60 ટકા રૂમો માટે જ લાગુ પડે છે. આ સુવિધા મોટા મેટ્રો સિટી સહીત 100 શહેરોમાં મળશે.
(સુત્રોમાંથી)

NO COMMENTS