સી.એમ.અખિલેશે 4 મંત્રીઓ ને હટાવ્યા

0
31

યુપી ના મુખ્યમંત્રી અખિલેશ યાદવે મોટો નિર્ણય કરતા કૈબિનેટ મંત્રી શિવપાલ યાદવ સહિત કુલ ચાર મંત્રીયોને બર્ખાસ્ત કર્યા છ.ે આ સંબંધે અખિલેશ યાદવ રાજયપાલ રામ નાઇક ને એક પત્ર લખી મોકલ્યો છે. જે બાદ રાજયપાલે ચાર મંત્રિયો શિવપાલસિંહ યાદવ, નારદ રાય, શાદાબ ફાતિમા અને ઓમપ્રકાશ સિંહ ને પદમુકત કરી દીધા છે. આ જાણકારી ગર્વનર હાઉસ થી કરાઇ છે.
સી.એમ. અખિલેશ યાદવ ના આ નિર્ણય પછી શિવપાલ યાદવ સપા સુપ્રિમો મુલાયમ યાદવ ને મળવા તેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાં તેમના સમર્થકોએ નારેબાજી કરી હતી. બેઠક માં હાજર રહેલ વિધાયકે જણાવ્યુંકે સીએમ અખિલેશ યાદવે જણાવ્યું કે જે લોકો પાર્ટીને નબળી કરશે તેમને છોડવામમાં નહીં આવે, સમાજવાદી પાર્ટી એક થઇ ચૂંટણી લડશે અને સરકાર બનાવશે.
અખિલેશ યાદવે પોતાના કાલિદાસ માર્ગ સ્થિત નિવાસસ્થાને આ નિર્ણય લીધો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS