મિશન યુ.પી. : બ્રાહ્મણો નું ટ્રમ કાર્ડ વાપરશે કોંગ્રેસ

0
50

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ દ્વારા બ્રાહ્મણ કાર્ડ વાપરવામાં આવશે ત્યારે કોંગ્ર્રેસ દ્વારા એક સુત્ર અપાયું છે અત્યારે નહીં તો કયારેય નહીં. આ બાબતે યુપીમાં 12 ટકા બ્રાહ્મણ મતદાતાઓને રીજવવા માટે કોંગ્રેસ બ્રાહ્મણોને ખુશ કરી રહી છે. ત્યારે પાર્ટીના બ્રાહ્મણ નેતાઓ ને આ સુત્ર આપવામાં આવ્યું છે. પાર્ટીના જીતેન પ્રસાદ, લલિતેશ ત્રિપાઠી, આરાધના મિશ્રા, રાજેશ મિશ્રા, જેવા યુવા ચહેરાને આગળ કરવા કમાન આપવામાં આવી છે. તે પાછળ પ્રમોદ તિવારી, રાજેશપતિ ત્રિપાઠી, નારાયણ મિશ્રા જેવા પાર્ટીના જૂના બ્રાહ્મણ નેતા પણ આગળ આવશે. બ્રાહ્મણ નેતા પોતાના વિસ્તારમાં રાજનીતિક મંચ ઉપર થી બ્રાહ્મણ સંમેલન બોલાવી પ્રચાર કરશે. 27 વર્ષ પછી સાઇડ કોર્નર કરાયેલા બ્રાહ્મણોને પાછા આગળ કરવામાં આવી રહ્યા છે.
બ્રાહ્મણ સંમેલનો લખનવ, કાનપુર, અલ્હાબાદ, ઝાંસી, ગોરખપુર, આજમગઢ, બરેલી, મેરઠ, આગરા, અન્ય શહેરોમાં યોજાશે. જેમાં બ્રાહ્મણ સમાજના પાછલા 27 વર્ષમાં થયેલા અન્યાય અને સરકારમાં સમાજની કટૌતી ની રણનીતી ઘડાઇ છે. આ બાબતે પહેલી મિટિંગ દિલ્હીમાં યોજાઇ હતી. બીજી બેઠક લખનઉ માં યોજાઇ હતી. છેલ્લા 27 વર્ષમાં કોઇ બ્રાહ્મણ મુખ્યમંત્રી તરીકે નથી આવ્યા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS