દિલમાં આતંકી માટે ખુનશ : સાથી જવાનો માટે આંખમાં અશ્વુ ઘારા

0
77

જમ્મુ કાશ્મીરમાં ઉડી સેકટરમાં થયેલા આતંકી હમલામાં શહીદ થયેલ જવાનો ને આજે સવારે શ્રીનગર ખાતે 15 કોરના મુખ્ય ઓફિસ ખાતે શ્રધ્ધાંજલિ અપાઇ હતી. આ દરમિયાન મુખ્યમંત્રી મહબૂબા મુફતી, જીઓસી 15 કોર ના અધિકારી હાજર રહ્યા હતા. બધા જવાનો એ પોતાના સાથી જવાનો ને ભીની આંખે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. શ્રધ્ધાંજલિ સમારોહ દરમિયાન જવાનોમાં અંદર પાકિસ્તાન અને આતંકિયો સામે ખૂનશ અને સાથિયો માટે આંખોમાં આંસૂ નજરે આવતા હતા.
ઉલ્લેખનિય છે કે, ઉતરી કાશ્મીર બારામૂલા જિલ્લામાં ઉડી વિસ્તારમાં સેના ના 12 બ્રિગેડ હેડકવાર્ટર ઉપર જૈસ અ મોહમ્મદ ના ફિદાયીન હમલામાં કાલે 17 જવાન શહીદ થઇ ગયા છે આ હુમલામાં 20 જવાન ગંભીર રીતે હજુ ઘાયલ છે જે સારવાર હેઠળ છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS