આતંકીઓની ગોળી થી નહીં આગ લાગવાથી 17 જવાન શહીદ થયા

0
156

જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં ઉરી સેકટર ના બ્રિગેડ હેડકવાર્ટરમાં આજે વહેલી સવારે 5.30 કલાકે આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 17 જવાન શહિદ થઇ ગયા પરંતુ આ શહીદ હોવાનું કારણ આતંકીઓનો હુમલો ન હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે રાત્રે ડયૂટી કરી પરત ફરેલ જવાન કૈંપ ની બૈરક માં સુતા હતા. સવારે 5.30 કલાકે ચાર આતંકીયો સેનાના હેડકવાર્ટરમાં અચાનક હુમલો કર્યો અને પરિસરમાં ઘૂસી ગયા હતા.
આ દરમિયાન આતંકિયો દ્વારા ફેકવામાં આવેલા ગ્રેનેડ અને ગોળીબારી થી ટેંટ થી બનાવેલ બેરેક માં આગ લાગી હતી. સુઇ રહેલા જવાનો બચવાનો કોઇ મોકો જ ન મળ્યો હતો. અને 17 જવાન શહીદ થઇ ગયા હતા. સેનાના જવાનોએ થોડી જવારમાં આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. ઉપરાંત 12 જેટલા જવાનો ઘાયલ પણ થયા છે. જવાનોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS