UriAttack હુમલાખોરો ને બક્ષવામાં નહીં આવે : પી.એમ. મોદી

0
36

જમ્મુ કાશ્મીરમાં ઉરી સેકટર ના બ્રિગેડ હેડકવાર્ટરમાં આજે વહેલી સવારે 5.30 કલાકે આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 17 જવાન શહિદ થઇ ગયા પરંતુ આ શહીદ હોવાનું કારણ આતંકીઓનો હુમલો ન હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે રાત્રે ડયૂટી કરી પરત ફરેલ જવાન કૈંપ ની બૈરક માં સુતા હતા. સવારે 5.30 કલાકે ચાર આતંકીયો સેનાના હેડકવાર્ટરમાં અચાનક હુમલો કર્યો અને પરિસરમાં ઘૂસી ગયા હતા.
આ દરમિયાન આતંકિયો દ્વારા ફેકવામાં આવેલા ગ્રેનેડ અને ગોળીબારી થી ટેંટ થી બનાવેલ બેરેક માં આગ લાગી હતી. સુઇ રહેલા જવાનો બચવાનો કોઇ મોકો જ ન મળ્યો હતો. અને 17 જવાન શહીદ થઇ ગયા હતા.
ઉરી હુમલાને લઇને સરકાર આ વખતે સખત મૂડમાં દેખાઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવીટ કરી ને હુમલાની નિંદા કરી હતી. પી.એમે. ટવીટ કરી જણાવ્યું કે દેશની જનતા આ વાત ઉપર ભરોસો રાખે કે હુમલાખોને બક્ષવા માં નહીં આવે. હુમલા બાદ દિલ્હીમાં સુરક્ષા વધારી દેવાઇ છે. અને હાઇ લેવલ મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમ્ાાં ગૃહસચિવ, રક્ષા સચિવ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર આઇ બી ના ઓફિસરો શામેલ હતા.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS