UriAttack નો બદલો લેશે ભારત

0
112

જમ્મુ કાશ્મીરમાં ઉરી સેકટર ના બ્રિગેડ હેડકવાર્ટરમાં આતંકીઓએ હુમલો ગઇકાલે થયો હતો. આ હુમલામાં 17 જવાન શહિદ થઇ ગયા પરંતુ આ શહીદ હોવાનું કારણ આતંકીઓનો હુમલો ન હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે રાત્રે ડયૂટી કરી પરત ફરેલ જવાન કૈંપ ની બૈરક માં સુતા હતા. સવારે 5.30 કલાકે ચાર આતંકીયો સેનાના હેડકવાર્ટરમાં અચાનક હુમલો કર્યો અને પરિસરમાં ઘૂસી ગયા હતા.
જમ્મુ કાશ્મીર ઉડી સ્થિત સૈન્યના મુખ્યાલય ખાતે આતંકી હુમલાથી નારાજ મોદી સરકારે જવાબી કાર્યવાહી માટે એક ઝાળ તૈયાર કરી લીધી છે. હુમલા બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહ તરફથી બોલાવાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને રો ના મુખ્યા પાક અધિકૃત કાશ્મીર માં એલઓસી નજીક આતંકિયો ના પ્રશિક્ષણ શિબિર, આતંકીયો ના ઘુસણખોરી કરવાના મુખ્ય સ્થળો અને હથિયારો નો સ્ટોક વિસ્તાર વિષે જાણકારી મેળવી હતી. હાલ જમ્મુ કાશ્મીરમાં અંદર અને બહાર જવાબી કાર્યવાહી માં રણનીતી બનાવી છે. જે અંગે પ્રધાનમંત્રી સાથે વિચાર કરી આગળ વધશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS