ઉર્જિત પટેલ આરબીઆઇ ના નવા ગર્વનર

0
111

ભારતીય રિઝર્વ બૈંક આરબીઆઇ ના ડેપ્યુટી ગવર્નર ઉર્જિત પટેલ ને હવે પછીના ગર્વનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેને મોંઘવારી સામે લડનાર યોદ્ધા તરીકે પણ જાણવામાં આવે છે. તે 4 સપ્ટેમ્બરે રધુરામ રાજન ની જગ્યા સંભાળશે. પટેલ આરબીઆઇના 24 માં ગવર્નર હશે. તેમની નિયુકિત કેબિનેટ સચિવ કક્ષાની અધ્યક્ષતા વાળી ફાઇનેંશિયલ સેકટર રેગ્યુલેટરી અપાઇંટમેન્ટ સર્ચ કમિટિ ના આધારે નિમણૂક કરાઇ છે. 52 વર્ષીય પટેલ ની નિયુકિત આરબીઆઇ ગર્વનર તરીકે થઇ ગઇ છે. તેમને 2013 માં ડે. ગવર્નર તરીકે નિમણૂક અપાઇ હતી. રાજને મોંઘવારી સામે લડવા એકસન પ્લાન બનાવ્યો હતો જેમાં પટેલની મુખ્ય ભૂમિકા હતી. આરબીઆઇ મોંઘવારી દર ઘટાડવા લક્ષ્ય ઉપર કામ કરશે. જો આ લક્ષ્ય ઉપર કામ ન કરી શકે તો સંસદમાં જવાબ આપવો પડશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS