“સુન લે બેટા પાકિસ્તાન : બાપ હૈ તેરા હિંદુસ્તાન એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન

0
85

રાજકોટ : જમ્મુ કાશ્મીરમાં ઉરીમાં થયેલા આતંકવાદી હમલા ના વિરોધમા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર દ્વારા વિરોધ પ્રદર્શન, એ.બી.વી.પી. જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 18 ભારતીય સેનાના સેૈનિકોને અ.ભા.વિ.પ. દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરીહતી.
ઉરીમાં થયેલી ઘટના ના પડઘા રાજકોટમાં પણ જોવા મળ્યા છે ત્યારે એ.બી.વી.પી. રાજકોટ મહાનગર દ્વારા આતંકવાદી હુમલાના વિરોધમાં ગઇકાલે સાંજે 6 કલાકે યાજ્ઞિક રોજ ઉપર ભારતીય સૈન્ય જિંદાબાદ, સુન લે બેટા પાકિસ્તાન બાપ હૈ તેરા હિંદુસ્તાન ના નારા લગાવી પાકિસ્તાના રાષ્ટ્રધ્વજ નું દહન કરવામાં આવ્યું હતું. એ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થી પરિષદે શહીદોને સાચી શ્રધ્ધાંજલી આપી અને ભારતીય સેનાયના સમર્થનમાં છે તેવો હું કાર કર્યો હતો.

NO COMMENTS