” ન માફ કરો : ન બાત કરો : પાકિસ્તાન કો ખતમ કરો” : વિ.હિ.પ. રાજકોટ

0
142

રાજકોટ : ઉરી માં હુમલા બાદ સમગ્ર દેશભરમાં રોષની લાગણી ફેલાયેલી છે ત્યારે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને પૂતળા દહન કરવામાં આવ્યું રહ્યું છે. પાકિસ્તાન ની મેલી બૂરાદ સામે લોકો ભયંકર ગુસ્સામાં આવી ઠેર ઠેર સામાજીક સંસ્થાઓ દ્વારા વિરોધ તેમજ શ્રધ્ધાંજલી કાર્યક્રમો યોજાય રહ્યા છે.
રાજકોટ માં વિશ્વ હિંદુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા આજરોજ સાંજે : શહેરના મહાનગર પાલિકા ચોક, ઢેબર રોડ ખાતે એક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ અંતર્ગત પાકિસ્તાન પ્રધાનમંત્રી નવાઝ શરીફનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પૂતળા દહન કાર્યક્રમ સમયે કાર્યકર્તાઓ દ્વારા ” ન માફ કરો : ન બાત કરો : પાકિસ્તાન કો ખતમ કરો જેવા સુત્રોચ્ચાર સાથે પૂતળા દહન કરાયું હતું. આ સમયે ઘણા લોકો રસ્તા વચ્ચે ઉભા રહી કાર્યકર્તાઓના સમર્થન માં આવી સુત્રોચ્ચાર ઉચ્ચાર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ બજરંગદળના હરેશભાઇ ચૌહાણ ( બજરંગદળ ગુજરાત પ્રમુખ) ની રાહબરી હેઠળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

NO COMMENTS