પાકિસ્તાન ના પેટમાં તેલ રેડાયું : ભારત ને આપશે અમેરિકા ગાર્જિયન ડ્રોન

0
124

સમુદ્ર નિરીક્ષણ માં કામ લાગે તેવા અતિઆધુનિક હથિયાર રહિત ગાર્જિયન ડ્રોન ભારત તરફથી કરાયેલા અનુરોધ ઉપર એક સકારાત્મક નિર્ણય અમેરિકા લઇ શકેછે.
આ મુખ્યત્વે હિંદ મહાસાગર માં સમુદ્ર નિરિક્ષણ માટે ઉપયોગ લઇ શકાય છે. અમેરિકા નું આ પગલું તેના દ્વારા જૂન માં ભારત ને એક મોટો રક્ષા સહયોગી કરાર આપ્યા બાદ સામે આવ્યા છે. ભારત ને મોટા રક્ષા સહયોગી નો દર્જો આપ્યા બાદ થોડા અઠવાડિયાની અંદર પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે વ્હાઇટ હાઉસમાં મિટિંગ કરી હતી.
ભારતીય નૌસેના ફેબ્રુઆરીમાં 22 ઉચ્ચ સ્તરીય અભિયાનો ના સંચાલનમાં સમર્થ માનવરહિત ગાર્જીયન વિમાનો ની ખરીદી માટે રક્ષા મંત્રાલય દ્વારા એક ડિમાન્ડ પત્ર મોકલેલ હતો.
ભારતની રક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે અમેરિકા પણ સ્વિકારે છે. કારણ કે આ સમયે ભારત ની આસપાસ સમુદ્રી વિસ્તારમાં ચીન ની ગતિવિધીયો વધી રહી છે. આવામાં ભારત ની જાણકારી થી અમેરિકા ને પણ લાભ મળે તેવી સંભાવના છે. બીજીતરફ આ ડિલથી પાકિસ્તાન ને ચિંતા સતાવી રહી છે. આ માટે પાકિસ્તાન અધિકારી આ ડિલ રોકવા પ્રયાસો કરી રહી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS