બહુ ઉપયોગી આદુના ગુણ

0
251

આદુમાં એક જાતનું તેલ રહેલું છે, જે ઉતેજક છે. જો કોઇપણ કારણથી મોઢામાં કડવો સ્વાદ લાગે તો આદુનો રસ ઉતમ છે. આદુને છોલીને, પાતળા નાના ટુકડા કરી, દૂધમાં નાખીને ઉકાળો. આમ કરવાથી દૂધમાં એક પ્રકારની સુગંધ આવશે. ઉપરાંત વાયુ વિકાર દૂર થશે અને આંતરડાને લગતી બીજી ફરિયાદો પણ ઓછી થશે.

તાજા આદુનો રસ, કાગદી લીંબુનો રસ અને મધ સરખા ભાગમાં લઇ, એક કાચના પ્યાલામાં મિશ્રણ કરો. દરરોજ સવારમાં નરણે કોઠે બે કે ત્રણ ચમની લો. આનાથી મંદાગ્નિ દૂર થાય છે. લોહીમાં શકિત આવે ચેઅને શરીરમાં રહેતાંઝેરી તત્વો શાન્ત થાય છે. પાચનશકિત વધારવા માટે આ એક ઉતમ ઉપાય છે. એક વાસણમાં તાજા આદુના ટુકડા, ધાણા, જીરું, દ્રાક્ષ નાખીને એક રતલ પાણીમાં ઉકાળો. જયારે અડધું પાણી બાકી રહે ત્યારે તેને ગાળી લેવું. આમાં ઇચ્છા પ્રમાણે સાકર નાખીને લેવાથી પિત્ત અને અર્જીણ દૂર થાય છે.
આદુ ખાવાની વસ્તુમાં વપરાય છે. કારણ કે એનામાં પેટ સાફ કરવાનો ગુણ છે.
આયુર્વેદમાં આદુનો બહુ મહત્વ અપાયું છે. એ પાચન શકિત વધારે છે. અને ભૂખ લગાડે છે. સંગ્રહણી તથા વિકારવાયુ પણ એ લાભદાયી છે. ઉપરાંત શરીદી, ઉધરસ, વાત, કફ નાશક છે. અનેક રોગો માં આદુ બહુ ઉપયોગી છે. આદુનો રસ મધ સાથે લેવાથી કફનો મટે છે. આદુ અને તુલસીનો પ્રયોગ કરવાથી રોગપ્રતિકારક શકિત વધે છે.

NO COMMENTS