માનવ જીવનમાં ઉપયોગી મુદ્રાઓ

0
1759

m-1-ling

(1) લિંગ મુદ્રા :-
રીત : બંને હાથનાં આંગળા પરસ્પર ગુંથીને અંદરની તરફ રહેતા અંગૂઠાને ઉપર તરફ સીધો રાખો.
– લાભ : શરીરમાં ગરમી વધારે છે, ખાંસી મટાડે છે, કફને બાળી નાખે છે.

m-2-sunya

(2) શૂન્ય મુદ્રા :-
– રીત : સૌથી મોટી આંગળી વાળીને તેના નખથી ઉપરના ભાગને અંગૂઠાનો ગાદીવાળો ભાગ અડાડો. બાકીની ત્રણ આંગળીઓ સીધી રાખો.
-લાભ : કાનનો દુખાવો, અને બહેરાશમાં લાભદાયક

m-3-pruthvi

(3) પૃથ્વી મુદ્રા :-
-રીત : ટચલી આંગળી અને અંગૂઠાના ટેરવાને અડાડો બાકીની ત્રણેય આંગળી સીધી રાખો.
– લાભ : શારીરિક દુર્બળતા દૂર કરવા, તાજગી-સ્ફૂર્તી માટે અને તેજ વધારવા માટે બહુ ઉપયોગી મુદ્રા છે.

m-4-surya

(4) સૂર્ય મુદ્રા :-
– રીત : ટચલી આંગળી પાસેની આંગળીને વાળીને તેના નખથી ઉપરના ભાગને અંગૂઠો અડાડો, બાકીની ત્રણ આંગળી સીધી રાખો.
– લાભ : શરીરમાં વધી ગયેલી નકામી ચરબી અને સ્થૂળતા દૂર કરવા માટે

m-5-gyan

(5) જ્ઞાન મુદ્રા :-
– રીત : પહેલી આંગળી અને અંગૂઠાનાં ટેરવાને અડાડો. બાકીની ત્રણ આંગળી સીધી રાખો.
– લાભ : માનસિક રોગો, અનિંદ્રા, અતિનિંદ્રા, નબળી યાદશકિત, ક્રોધી સ્વભાવમાં અતિ લાભદાયક.

m-6-varun

(6) વરુણ મુદ્રા :-
– રીત : સૌથી મોટી આંગળી વાળીને અંગૂઠાના ટેરવા સાથે તેનું ટેરવું અડાડો. બાકીની ત્રણ આંગળી સીધી રાખો.
– લાભ:રકતવિકાર, પાંડુરોગ, જેવા જળતત્ત્વને લગતા રોગોમાં લાભદાયક.

m-7-pran

(7) પ્રાણ મુદ્રા :-
-રીત : કનિષ્ઠિકા, અનામિકા અને અંગૂઠાના ટેરવાને પરસ્પર સાથે એક સાથે અડાડો. બાકીની બે આંગળીઓ સીધી રાખો.
-લાભ : પ્રાણશકિતનું કેન્દ્ર છે, શરીર નિરોગી રહે છે. આંખના રોગ, નંબર ઘટાડવા.

m-8-vayu

(8) વાયુ મુદ્રા :-
-રીત : તર્જની અને પહેલી આંગળીને વાળીને તેના નખથી ઉપરના ભાગને અંગૂઠાની ગાદી અડાડો. બાકી ત્રણ આંગળીઓ સીધી રાખો.
-લાભ : સાંધાના દુખાવા, લકવા, પક્ષઘાત, હિસ્ટીરીયા, વાઇ, જેવા રોગોમાં લાભદાયક

NO COMMENTS