પૌત્રે ચોરી હતી બિસ્મિલ્લાહં ખા ની શરણાઇ !

0
62
Ustad Bismillah Khan, shehnai shehnais stolen news
Ustad Bismillah Khan, shehnai shehnais stolen news

સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે વારાણસી દ્વારા મંગળવારે ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહં ખા ની ચોરાયેલી પાંચ શરણાઇ મામલે મોટો ખુલાશો કર્યો છે. શરણાઇ ચોરનાર બીજું કોઇ નહીં પરંતુ ઉસ્તાદના પૌત્ર નજરે હસન ઉર્ફે શાદાબ હતો.
સુત્રોના જણાવ્યાનુસાર ઉસ્તાદ ના કાજિમ ના દિકરા નજરે આલમે પાંચ શરણાઇ ચોરી હતી. જેમાથી ચાર શરણાઇ ચાંદીની હતી. શરણાઇને વારાણસી ના બે સુવર્ણકારો પિતા પુત્ર ને વેંચી ગાળી નાખી હતી. સોની પાસેથી આ શરણાઇના બદલે એક કિલો થી વધુ ચાંદી તેમને મળી હતી. તે ઉપરાંત એક લાકડાની શરણાઇ પણ જપ્ત કરાઇ છે. પોલીસે ત્રણેય ને ગિરફતાર કરી પૂછપરછ હાથ ધરી છે.
આ શરણાઇ ગત ચાર ડિસેમ્બરની રાત્રે દાલમંડી ના ચાહમામા માં રહેનાર કાજિમ ના ઘરે થી ચોરી થઇ હતી. કાજિમ ચહમામા વાળા ઘર ઉપર તાળું મારી 30 નવેમ્બર ના રોજ બીકાશાહ માં રહેલા પોતાના મકાન ઉપર ગયા હતા. જયારે તે પરત આવ્યા જોયું તો તાળા તૂટેલા હતા અને શરણાઇ ચોરાયેલી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS