ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન ની શરણાઇ ની ચોરી !

0
61
Ustad Bismillah Khan's shehnais stolen
Ustad Bismillah Khan's shehnais stolen

ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન ની પાંચ શરણાઇ રવિવારે રાત્રે ચોરી થઇ ગઇ ચે. જેમાં ચાર ચાંદીની અને એક લાકડાની હતી. શરણાઇ ની ચોરી થવાની જાણકારી ઉપર પરિવારના સભ્યોમાં દોડાદોડી મચી ગઇ હતી. ભારે શોઘખોળ બાદ પણ શરણાઇ મળી ન હતી બાદમાં પોલીસને જાણકારી અપાઇ હતી. પોલીસે તપાસનો આદેશ આપ્યો છે. અડધીરાત્રે પોલીસ સ્થળે પહોંચી અજ્ઞાત વ્યકિત સામે ચોરીનો કેસ દાખલ કરેલ છે. શરણાઇ ના જાદુગર ઉસ્તાદ બિસ્મિલ્લાંહ ખાન ની ચાંદીની શરણાઇ ભેટ માં મળેલ હતી. રવિવારે રાત્રે તેમના નાના પુત્ર કાજિમ હુસૈન ના ઘુંઘરાની ગલી સ્થિત ચહમામા વિસ્તારના મકારમાં ચોરી થઇ હતી. તે પોતાના ઘરે તાળું મારી બીજા મકાન પર ગયા હતા. જયારે ઘરે આવ્યા ત્યારે મકાન ના દરવાજાના તાળા ખુલા હતા. અંદર જતા બોકસ ખોલતા તેમાંથી શરણાઇ ગુમ હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS