એનએસજી કમાંડોથી ઘેરાયેલા રહેશે યોગી આદિત્યનાથ

0
58
Uttar Pradesh CM Yogi Adityanath Z plus security
Uttar Pradesh CM Yogi Adityanath Z plus security

પોતાની ફાયર બ્રાન્ડ છબીના કારણે જાણીતા યોગી આદિત્યનાથ યૂપી ના સીએમ પદની શપથ લેતાની સાથે જ એનએસજી કમાંડો થી ઘેરાયેલા થઇ ગયા છે. આતંકી ખતરા ને લઇને અત્યાર સુધી યોગી આદિત્યનાથ ને એસ શ્રેણીની સુરક્ષા મળી હતી. ભારતમાં વીવીઆઇપી લોકોને ચાર પ્રકારની સુરક્ષા આપવામાં આવે છે. એકસ, વાઇ, ઝેડ, ઝેડ પ્લસ, તે ઉપરાંત પી.એમ. મોદી, પૂર્વ. પી.એમ. ગાંધી પરિવાર ની સુરક્ષા એસપીજી કમાંડો કરે છે. એસપીજી ની સ્થાપના 1988 માં પી.એમ. રાજીવ ગાંધી ની હત્યા બાદ કરાઇ હતી. એકસ કેટેગરી સૌથી નિચલી કક્ષાનું સુરક્ષા કવચ છે. તે અંતર્ગત સુરક્ષામાં એક 47 રાઇફલધારી આઠ જવાનો તથા બે પિસ્તોલધારી જવાનો સામેલ હોય છે. જેમાં કોઇ કમાન્ડો હોતા નથી.
વાઇ શ્રેણી સુરક્ષા બીજા નંબરે આવે છે. તેમાં 11 જવાનો આપવામાં આવે છે. જેમાં બે કમાંડો હોય છે. તે ઉપરાંત બે સુરક્ષા અધિકારી હોય છે. તે પછી ઝેડ શ્રેણી નું સુરક્ષા કવચ આવે છે. જેમાં ચાર થી પાંચ એનએસજી કમાંડો સહિત 22 જવાનો આપવામાંઆવે છે. આમાં સીઆરપીએફ અથવા દિલ્હી પોલીસ તૈનાત રહે છે. એક એસ્કોર્ટ કાર પણ હોય છે. આતંકી જોખમ માટે દેશમાં સૌથી વધુ મહત્વપૂર્ણ વ્યકિતને ઝેડ પ્લસ સુરક્ષા અપાય છે. તેમાં અતિવિશિષ્ટ વ્યકિતની સુરક્ષામાં 36 સુરક્ષાકર્મી હોય છે. જેમાં 10 કમાંડો હોય છે. સાથે એસ્કોર્ટ કાર પણ હોય છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS