હત્યા અને બળાત્કાર જેવા અપરાધો માં ઉત્તર પ્રદેશ પહેલા નંબરે

0
83

હત્યા અને બળાત્કાર જેવા ગંભીર અપરાધો મામલે ઉત્તર પ્રદેશ પહેલા નંબરે છે. વર્ષ 2015 માં યૂપી માં થયેલા જધન્ય અપરાધોની સંખ્યા બીજા રાજયોની સરખામણી માં સૌથી વધુ છે. એટલું જ નહીં. 2015 માં દલિતો સામે અત્યાચાર ના સૌથી વધુ અપરાધો ઉત્તર પ્રદેશમાં નોંધાણા છે. નેશનલ ક્રાઇ રેકોર્ડ બ્યૂરો દ્વારા પ્રકાશીત કરાયેલા આંકડામાં આ તથ્ય સામે આવ્યું છે. વર્ષ 2014 ની સરખામણીમાં 2015 માં દેશભરમાં ગંભીર અપરાધો ની ઘટનાઓમાં થોડો ઘટાડો થયો છે. પરંતુ આંકડા હજુ ઉચ્ચ સ્તર ઉપર છે.
આંકડા અનુસાર 2015 માં યુપી માં હત્યા ના સૌથી વધુ કેસો નોંધાણા છે જયારે બાદમાં બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પ.બંગાલ, માં કેસો નોંધાણા છે. મહિલા સામે અપરાધોમાં યુપી સૌથી આગળ છે. ગત વર્ષે આખા દેશમાં બળાત્કાર ના કેસો નોંધાણા છે. જેમાં મધ્યપ્રદેશ અને દિલ્હી માં સૌથી વધુ કેસો નોંધાણા છે. મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ માં ક્રમશ : કેસો નોધાણા છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બળાત્કાર ના કેસો પણ ઓછા નથી નોંધાણા..!

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS