વાંકાનેરમાં વાહ જિંદગી ફિલ્મનું શુટીંગ ચાલુ

0
329
vankaner film surting
vankaner film surting

(ભાટી.એન. દ્વારા-વાંકાનેર)

વાંકાનેરના આંગણે મસ્ત મજાની વાર્તાવાળી કલાત્મક ફિલ્મ વાહ જિંદગી નું છેલ્લા પાંચ દિવસથી વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં પ્રાચીનતમ હવેલી જેવું અમૃત કુંજ માં ચાલે છે. મોટો સ્ટાફ, લાઇટો, અદ્યતન કેમેરાઓને અન્ય કલાકારોમાં નવિન કસ્તુરીને પરબિટા મેઇન લીડ રોલમાં છે. વિજય રાજે, ધર્મેશ વ્યાસ, લલિત, મનોહર મોદી, જેવા કલાકારો છે. ચીવટપૂર્વક શૃટિંગ ચાલે છે. ડાયરેકટર તમામ બાબતો ઉપર વ્યકિતગત ધ્યાન આપે છે. અમૃતકૃંજ ના માલિક અમિત શાહ તમામ પ્રકારનો સહયોગ આપે છે. જેથી શૃટિંગ કાર્ય ચાલુ છે.
હું જયારે શૃટિંગના લોકેશન પર યગો તો એકઝુલા પર વિજય રાજે બેઠા હતા ને બાજુના સોફા પર ધર્મશ વ્યાસ બેઠા છે ને ચારથી પાંચ કપ ચાના ટ્રેમાં ગુલાબી સાડી વાળા આપીને જતા રહે છે. તેવામાં બે યુવાન છોકરાને છોકરી થેલોને પર્સ લઇને દૂર જ ઊભા રહે છે. વિજય રાજે ની નઝર અચાનક આ બન્ને પર પડે છે. ત્યાં જઇને કોઇ ચર્ચા કરે છે ત્યાં ધર્મેશ વ્યાસ આવે છે ને છોકરાના ગળે હાથ મૂકને તેને સમજાવા વિજય રાજે દૂર લઇ જાય છે. આટલો શોટ લેવા માટે બહુ જ જહેમત લીધી હતી. અત્યાધુનિક કેમેરા સાઉન્ડથી સજજ કમ્પ્યુટરમાં તમામ શૃટિંગનું લાઇવ નીહાળવા મળતું હતું. આરોગ્યનગર 30 જેટલી માથે રાખવાની લાઇટોવાળુ મસ્ત ફુલેકાનો શોટ લેવાનો હતો પણ અમુક કારણોસર તે રદ કરવો પડેલ હવે પછીનું શૃટિંગ વાંકાનેર પેલેસને મોટીવાડીમાં થશે અમુક દ્રશ્યો મોટીવાડીમાં આવેલ વાવમાં ફિલ્માંકન થશે ત્યાંથી મોરબીની એલઇ કોલેજના ગ્રાઉન્ડમાં ને સીવીલ હોસ્પિટલ ખાતે પણ અમુક શૃટિંગ થવાનું છે. ગુણીયલ ફિલ્મ વાહ જિંદગી મસ્ત બનશે.

NO COMMENTS