ભારતીય મૂળના વરાડકર બન્યા આયરલેન્ડના યુવા અને પહેલા ગે પ્રધાનમંત્રી

0
35
varadkar-becomes-ireland-youngest-and-first-gay-prime-minister
varadkar-becomes-ireland-youngest-and-first-gay-prime-minister

ભારતીય મૂળના ડોકટર 38 વર્ષીય લિયો વરાડકર બુધવારે ઇતિહાસ રચ્યો છે. તે કૈથોલિક બહુલ દેશ આયરલેન્ડ ના સૌથી યુવા અને પહેલા સમલૈંગિક પ્રધાનમંત્રી બન્યા છે. તેણે ઇંડો કેની પાસેથી કાર્યભાર સંભાળ્યો છે.
વરાડકરે પોતાના પ્રતિદ્વંદી અને હાઉસીંગ મિનિસ્ટર સાઇમનકોવેની ને 60 ટકા મતોથી હરાવ્યા છે. વરાડકર ને 57 સાંસદોના મત મળ્યા જયારે કોવેની ને 50 મત મળ્યા હતા. જયારે 47 સાંસદોએ મતદાન ન કર્યું હતું.
18 જાન્યુઆરી 1979 ના ડબલિન માં પેદા થયેલા વરાડકર ના પિતા અશોક મુંબઇ થી આવી એક ડોકટર હતા જેણે આયરિશ મૂળ ની નર્સ મરીયમ સાથે લગ્ન કર્યા હતા. વરાડકરે પોતાના ચૂંટણી અભિયાનમાં સામાજીક અને આર્થિક મુદાને કેન્દ્રિત કર્યા હતા. પી.એમ. બન્યા પછી હવે તેમની સામે આયરલેન્ડ ની અર્થવ્યવસ્થા ને કોંક્રીટ બનાવવાની ચૂનૌતી હશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS