મોદીનું સંસદીય વિસ્તાર ના ગામડા વાઇફાઇ થી જોડાશે

0
167

પ્રધાનમંત્રી મોદી નો વારાણસી સંસદીય મત વિસ્તાર માં બધા ગામડા આવતા દિવસોમાં વાઇફાઇ ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. બધી ગ્રામ પંચાયતો માં વાઇફાઇ હોટ સ્પોટ આપવામાં આવશે. આ યોજના બીએસએનએલ સાથે કરી છે. આ સાથે દર રવિવારે ફ્રિ કોલિંગ બીએસએનલ નું ઉદઘાટન કરાયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, પી.એમ. નું ડિજીટલ ઇંડિયા અભિયાન અંતર્ગત આ નિર્ણય લેવાયો છે. ગ્રાહકોને ગુણવતાસભર સુવિધા આપવા બીએસએનલ ડિજિટલ કરી રહ્યું છે. વધુમાં વધુ લોકો બીએસએનએલની સુવિધાનો લાભ લઇ શકે.  ઉપરાંત 49 રુપિયા પ્રતિ માર થી કનેકશન આપવાની જાહેરાત કરાઇ છે. વિભાગીય પોર્ટલ ઉપરથી સરળતાથી રિચાર્જ કરાવી શકાય, કોલડ્રોપની સમસ્યા દુર કરવાની કોશિષ થઇ રહી છે. નવા ઓપ્ટિકલ ફાયબર નાખવાનું કામ ચાલુ છે ઉપરાંત નવા ટાવરો ઉભા કરાશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS