રાષ્ટ્રપતિ ચૂંટણી : ભાજપ ની કમિટિ સોનિયા ગાંધી સાથે બેઠક કરશે

0
21
Venkaiah meets Sonia
Venkaiah meets Sonia

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઉપર સર્વસંમતિ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રણ સભ્યો વાળી કમીટી શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર તે પછી ભાજપા ની કમીટી માકર્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી ના મહાસચીવ સીતારામ સાથે બેઠક કરશે.ે કમીટી ના ત્રણ સભ્યોમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, વૈંકયા નાયડુ તતા અરુણ જેટલી છે. નાયડૂ બુધવારેે બસપા ના સતીશ ચંદ્ર મિશ્રા તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના પ્રફુલ્લ પટેલ સાથે ટેલીફોન ઉપર ચર્ચા કરી હતી.
તેમણે જણાવ્યું કે બન્ને પાર્ટિયો એ જણાવ્યું કે તે પોતાનું મંતવ્ય ત્યારે સ્પષ્ટ કરશે. જયારે ભાજપની કમીટી તેમની સાથે મુલાકાત કરશે. તે પહેલા રાજનાથસિંહ તથા નાયડૂ એ પી.એમ. મોદી સાથે મુલાકાત કરી હતી.
બીજી તરફ રાષ્ટ્રપતિ ચૂંટણી ને ધ્યાને લઇને ચૂંટણી આયોગે નોટિફીકેશન જાહેર કરી દીધું છે. સાથે નામાંકની પ્રક્રિયા પણ શરુ કરી દેવામાં આવી છે. ચૂંટણી આયોગે 7 જૂને રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે જાણકારી આપી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નો કાર્યકાલ 24 જુલાઇના રોજ પૂર્ણ થાય છે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વોટિંગ 17 જુલાઇના રોજ થશે. વોટિંગ સિક્રેટ બેલેટ પેપર દ્વારા કરાશે. બેલેટ પેપર ઉપર લખવા માટે ખાસ પ્રકારની પેનનો ઉપયોગ કરાશે. બીજી પેન દ્વારા લખાશે તો વોટ કેન્સલ ગણાશે.
ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે 28 જૂન 2017 સુધી ભરાશે. નામાંકન પરત ખેંચવા માટે 1 જુલાઇ અને 17 જુલાઇ વોટિંગ પછી 20 જુલાઇ 2017 ના રોજ મતગણતરી કરાશે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઇવીએમ નો ઉપયોગ નહીં કરવામાં આવે. ઉમેદવારો માટે જરુરી દિશા નિર્દેશ જાહેર કરાયા છે. તે ઉપરાંત ઉમેદવાર કોઇ ભ્રષ્ટાચાર તથા દોષી ઠેરાશે તો ઉમેદવારી રદ ગણાશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS