હું બધા મેચ જોઇશ : વિજય માલ્યા : મીડિયાનો મજાક !

0
21
vijay malya abt cricket match
vijay malya abt cricket match

ભારત પાક મેચ દરમિયાન હાજરી આપનાર વિજય માલ્યા મીડિયા કવરેજ ઉપર ભારતીય મીડિયા નો મજાક ઉડાડયો હતો. ભાગેડુ માલ્યાએ ટવીટ કર્યું કે ભારત પાકિસ્તાન મેચ દરમિયાન ભારતીય મીડિયા એ મારી ઉપસ્થિતિને મુખ્ય કવરેજ આપ્યું. હું ભારતીય ટીમને ચીયર્સઅપ કરવા માટે દરેક મેચ જોવા માગું છું.
ઉલ્લેખનિય છે કે, ભારત પાક મહામુકાબલા દરમિયાન માલ્યા મેચ જોતા અને પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર સાથે વાત કરતા નજરે ચડયો હતો જે સોશિયલ મિડિયામાં તસ્વીર વાઇરલ થઇ હતી.
બેંકોનું 9 હજાર કરોડ નું ફુલેકું ફેરવી વિદેશમાં ભાગી ગયેલ શરાબ કારોબારી વિજય માલ્યા મુસીબત વધી શકે છે. કારણ કે ઇડીએ તેની સામે ચાર્જશીટ દાખલ કરી શકે છે. આ બાબતે કામ ચાલી રહ્યું છે. જલ્દીથી લંડનમાં વિજય માલ્યા સામે ત્યાંની અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી શકાય.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS