વિજય માલ્યા વધુ ફસાતો જાય છે !

0
50

વિજય માલ્યા ઉપર સુપ્રિમ કોર્ટ વધારે કડક બની છે ત્યારે કોર્ટે જણાવ્યું છે કે બેંકોનું દેવું ન ચૂકવી શકેલ મામલે ચાર અઠવાડીયામાં વિદેશોમાં સ્થિત વિજય માલ્યા પોતાની વિદેશી સંપતિ નો પુરો હિસાબ આપે.
કોર્ટ દ્વારા આ ફેંસલો ભારતીય સ્ટેટ બેંક ના નેતૃત્વ વાળા સમૂહ કસ્ટોડીયન ની એક અરજી ઉપર જણાવ્યું હતું.
સાથે કોર્ટે વિજય માલ્યાને તે પણ પૂછયું કે યુનાઇટેડ સ્પ્રિટસ લિમિટેડ છોડવા માટે ડિઆજિયો થી મળેલા ચાર કરોડ ડોલર નું તેમણે શું કર્યું ?
કોર્ટનો આ નિર્ણય એ સમયે આવ્યો છે કે બેંક ના કંસોર્ટિયમે જણાવ્યું કે માલ્યા પોતાની સંપતિઓ અને કુલ દેવાનો હિસાબ હજુ આપ્યો નથી. તે બાદ કોર્ટે તેને પોાતની વિેદેશી ખાતા સહિત બધી સંપતિ નો ખુલાસો કરવા જણાવ્યું છે. માલ્યા હાલમાં લંડન માં વસે છે. હાલમાં 9 હજાર કરોડ રુપિયા માલ્યા ઉપર ઉધાર છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS