ભાગેડૂ વિજય માલ્યા લંડનમાં ભારત પાકિસ્તાન મેચ જોતો હતો

0
40
vijay malya uk cricket match
vijay malya uk cricket match

અહીંયા એજબેસ્ટન માં ભારત પાકિસ્તાન મેચ દરમિયાન કારોબારી વિજય માલ્યા સ્ટેડિયમમાં નજર આવ્યો હતો. એક ન્યૂઝ એજન્સીએ તેમની તસ્વીર ઝડપી લીધી હતી. જેમાં તે સ્ટેડિયમમાં બેસી મેચ જોતો હતો. સોશિયલ મિડિયામાં આ તસ્વીર વાઇરલ થઇ હતી. વિજય માલ્યા ભારતયમાં બેંકોના નવ હજાર કરોડ રુપિયાનો કર્જદાર છે. અને 15 મહિનાથી ભારત છોડી બ્રિટેન ચાલ્યો ગયો છે. ભારતે આ વર્ષે આઠ ફેબ્રુઆરી એ બ્રિટેન પાસેથી તેને એકસ્ટ્રાડીશન ની રિકવેસ્ટ કરી હતી. આ અપીલ માર્ચમાં મેજીસ્ટ્રેટને મોકલવામાં આવી હતી.
19 એપ્રિલે વિજય માલ્યા ને બ્રિટેન સ્કૌટલેન્ડ યાર્ડ ને એરેસ્ટ કર્યો હતો. પરંતુ ગિરફતારી બાદ તુરંત જામીન ઉપર છોડી દેવાયો હતો. અને પાસપોર્ટ જમા કરાવવાની શરત ઉપર વેસ્ટમિંસ્ટર મેજીસ્ટેટ કોર્ટ જામીન આપ્યા હતા. ત્યારે ભારતીય ફોરેન મિનીસ્ટ્રી એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે માલ્યા ને લઇને બ્રિટનમાં લીગલ પ્રોસસ ચાલુ છે. બન્ને દેશોની સરકાર આ મામલે સમાધાનમાં છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS