ભારત આવવું છે પરંતુ પાસપોર્ટ કયાં ? : વિજય માલ્યા

0
73

દારુનો ધંધાર્થી વિજય માલ્યા દિલ્હી ની કોર્ટને 9 સપ્ટેમ્બરે જણાવ્યું કે તે ભારત પરત ફરવા માંગે છે. પરંતુ ભારતીય પ્રાધિકરણ દ્વારા તેનો પાસપોર્ટ રદ કરાયો છે. તે પરત ફરવા માટે અસમર્થ છે. માલ્યાએ ફેમા ઉલ્લંઘન મામલે સમંસ નું પાલન નથી કર્યું તે બાબતે થયેલ ફરિયાદ મામલે તેણે પોતાના વકિલ દ્વારા મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ આ વાત જણાવી હતી. અદાલતે 7 જુલાઇએ માલ્યા ને વ્યકિતગત ઉપસ્થિતી રદ કરાઇ છે અને પોતાના સમક્ષ ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. માલ્યાએ અદાલતને અનુરોધ કર્યો કે થોડો સમય આપવામાં આવે. જેથી તેને ઉપસ્થિતી નિશ્ર્ચિત થઇ શકે. તેણે પોતાના વકિલ દ્વારા એક ઇમેલમાં જણાવ્યું કે : તેની કોઇ વાત સાંભળ્યા વગર તેનો પાસપોર્ટ રદ કરાયો છે. પરંતુ ઇડીએ જણાવ્યું કે માલ્યા ઘણા અન્ય મામલે ભાગી રહ્યો છે. અદાલતે સુનવણી ની તારીખ હવે પછી નકકી કરેલ છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS