બ્રાંડ વિરાટ કોહલી કિંમત 600 કરોડ થી વધુ

0
69
Virat Kohli as brand ambassador
Virat Kohli as brand ambassador

હાલના સમયમાં ભારતની ટીમના કેપ્ટન વિરાટ કોહલી જેવી રીતે ફોર્મમાં છે તેની બરાબરી કરવી મુશ્કેલી છે. વિરાટ કોહલી એક પછી એક રેકોર્ડ તોડી રહ્યો છે. અને નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. એવામાં વિરાટ કોહલ પોતાની જાતે જ એક બ્રાંડ બની ગયેલ છે. ફિલ્ડમાં ગજબ પ્રદર્શન કરી દેખાડનાર કોહલી ની બ્રાંડ વેલ્યુ આજની તારીખે સાતમા આસમાને છે. કોહલીની બ્રાંડ વેલ્યુ ની કિંમત આંતરરાષ્ટ્રીય સંસ્થાએ આંકી છે. તેના આંકડા મુજબ કોહલી બ્રાંડ વેલ્યુ કિંગખાન શાહરુખ ખાન પછી બીજા નંબર ઉપર છે. સંસ્થાએ કોહલીની કિંમત 92 મિલિયન ડોલર એટલે કે 617 કરોડ રુપિયા આંકી છે. કોહલી ેક પરફેકટ મેચ વિનર છે. આના કારણે ઘણી કંપનીઓની જાહેરાતમાં નજરે આવે છે. 28 વર્ષીય કોહલી ટીમ ઇન્ડિયાના કપ્તાન છે. વિરાટ ઘણી કંપનીઓનો એક નામાંકિત ચહેરો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS