વીટામીન બી-12 ની ઉણપ : આ સંકેતો થી આપને ખ્યાલ આવશે

0
298
Vitamin B-12, is a key role in the body
Vitamin B-12, is a key role in the body

શરીરને સારી રીતે જાળવી રાખવા માટે મીનરલ્સ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેડ, વિટામીન અને ફાઇબર ની જરુર પડે છે. એક એવું વિટામીન જે શરીર ને ચલાવવા માટે જરુરી છે. પરંતુ તે શરીર ને ન મળે તો આ વિટામીન ની ઉણપ થી શરીર ઉપર વિપરીત અસર પડે છે. એવું છે વિટામીન-બી12 નિરોગી જીવનની સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ કડી છે બી-12 આ શરીર માટે જુદા જુદા ભાગો માટે પ્રોટીન બનાવવાનું કામ કરે છે. ઉપરાંત શરીર ના દરેક ભાગમાં નર્વ્સ ને પ્રોટીન આપવાનું કામ પણ કરે છે. તેની કમી થવાથી શરીરમાં આવા સંકેતો મળે છે.

– ચામડી પીડી પડવી
જયારે શરીરમાં બી-23 ની ખામી થાય છે ત્યારે શરીરના મજબૂત સેલ્સ ને બનાવવાની શકિત ખોઇ બેસે છે. જેના દ્વારા ચામડી પડી પડવાનું શરુ થાય છે. અને આ બી-12 ની ખામીનો એક સંકેત છે.
– યાદશકિત ઓછી થવી
જયારે વીટામીન બી -12 ની ઉણપ થાય છે ત્યારે યાદ શકિત ઓછી થાય છે. ખાસ કરીને યુવાપેઢીમાં જે લોકો આની કમી થાય છે તે પાગલપન નો પણ શિકાર થઇ શકે છે.
– આંખોમાં થાક દેખાવો
જયારે લોહીમાં વિટામીન બી 12 ની ઉણપ થાય છે ત્યારે લોહીમાં ઓકસીજન ની ખામી થવાનું શરુ થાય છે. જેના દ્વારા માણસની આંખો ખુલતી નથી અને આંખોમાં થાક દેખાય છે.
– ચકકર આવવા :
ચકકર આવવા તે એક લોહીમાં ઓકિસજની ઉણપ છે.
– હાથ પગમાં સોજા આવવા
વિટામીન બી 12 ની ઉણપ ના કારણે હાથ પગમાં સોજા આવી જાય છે.
– સ્વાદમાં બદલાવ
જો આપને ભોજન માં સ્વાદ નથી લાગતો તો સમજવું કે વિટામીન બી 12 ના કારણે હોઇ શકે છે.
-આંખો માં જોવા સંબંધી સમસ્યા
જો આપણે જોવામાં ઘણી પ્રકારની સમસ્યા થતી હોય તો અથવા ઘુંઘળુ દેખાતું હોય તો વિટામીન બી 12 ની ખામી પણ હોઇ શકે છે.
વીટામીન બી 12 નો આહાર સ્ત્રોત : વીટામીન બી 12 ની ઉણપ થવાની આપ આ આહાર લેશો તો તેની મદદથી ઘરેલું ઉપાય દ્વારા ઉણપ મટાડી શકશો.
દહીં, પનીર, ગાયનું દુધ, નાશતામાં દાળ, નારીયેળ અને તેનું દુધ, બ્રેડ માં પણ બી 12 ની શકિત હોય છે.

NO COMMENTS