જિયો સામે ટકવા : વોડાફોને આપશે મફત રોમીંગ દેશભરમાં

0
72

રિલાંયસ જિયો બઝારમાં આવ્યા પછી ગ્રાહકો ને બચાવવા માટે કંપનિયા જુદી જુદી ઓફર્સ રજૂ કરી રહી છે. આ ક્રમમાં વોડાફોને દેશભરમાં મફત રોમિંગ આપવાનું એલાન કર્યું છે. પરંતુ તે માટે ગ્રાહકોએ દિવાળી સુધી રાહ જોવી પડશે. ઉલ્લેખનિય છે કે, આ પહેલા વોડાફોને પ્લે અપ ડિસેમ્બર સુધી મફત કરી દીધું છે. આ એપદ્વારા આ મફતમાં મૂવી, વિડિયો અને ગીત જોઇ અને સાંભળી શકો છો. આના માટે આપે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાં જઇ ને વોડાફોન પ્લે ડાઉનલોડ કરવું પડે છે. આ ડાઉનલોડ કર્યા બાદ આપ 180 ટીવી ચેનલો અને 14 હજાર થી વધારે ફિલ્મો જોઇ શકો છો. બધુ તદન મફત માં થઇ શકે છે.
એ ઉપરાંત વોડાફોન 25 રુપિયામાં 1 જીબી 4 જી ડેટા પ્લાન આપી રહી છે. આ ઓફર અંતર્ગત કોઇ ગ્રાહક નવો સ્માર્ટ ફોન ખરીદે તો તેને 1 જીબી ઇન્ટરનેટ પ્લાન થી પોતાના નંબર થી રીચાર્જ કરવાથી 9 જીબી મફત મળે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS