ફેસબુકે વોટસએપ ખરીદી લીધું છે ત્યારે પ્રાઇવેટ ડેટા કેટલો સલામત ?

0
105

(પ્રિતી ધોળકીયા-મુંદ્રા,કચ્છ) prit.bhavik@gmail.com
ભારતમાં વોટસએપ મેસેજન્રની સર્વિસ શરુ થઇ ત્યારે તેમણે પોતાના ગ્રાહકોને વચન આપ્યુંહતું કે તેમને આ સર્વિસમાં કયારેય જાહેરખબરો બતાડવામાં આવશે નહિં. હવે ફેસબુકે વોટસએપ ખરીદી લીધું છે. ત્યારે તેણે આ વચન તોડવાની તૈયારી કસી લીધી છે. વોટસએપના સંચાલકો હવે ફેસબુકના માલિકોને પોતાના ગ્રાહકોના નામો, મોબાઇલ નંબરો વગેરે માહિતી પૂરી પાડશે. ફેસબુકના માલિકો તે માહિતીનો ઉપયોગ કરીને પોતાની જાહેરખબરો વોટસએપના કરોડો ગ્રાહકોને માથે મારશે અને કરોડો રૂપિયાની કમાણી કરશે. વોટસએપના સંચાલકો આ રીતે ગ્રાહકોના પ્રાઇવસીના હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.
વોટસએપે તેના ગ્રાહકોને તા. 25 ઓગસ્ટે સંદેશો મોકલ્યો હતો કે તેઓ તા. 25 સપ્ટેમ્બરથી પોતાની પ્રાઇવસી પોલીસીમાં ફેરફારો કરી રહ્યા છે. આ ફેરફારો મૂજબ તેઓ હવે વોટસએપના ગ્રાહકોનો ડેટા ફેસબુક સાથે વહેંચવા માગે છે. જેના વેપારી ઉપયોગ થઇ શકે છે. જો કોઇ ગ્રાહક તેમાં સહમત ન હોય તો તેનો વિરોધ કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. દિલ્હી અરજી બાદ વોટસએપના વકિલે વળતો જવાબ આપ્યો કે અમે વોટસએપની સેવા લેવા બળજબરી કરતા નથી. જે તેઓ પોતાની પ્રાઇવસીની બહુ પરવા કરતા હોય તો તેઓ સર્વિસ માંથી બહાર નીકળી શકે છે. વોટસએપ ના વકિલના દાવા મુજબ તેઓ ત્યારે તો ફેસબુકને તેમના ગ્રાહકોના નામો અને ફોન નંબરો જેવી માહિતી પુરી પાડવાના છીએ. જેનો ઉપયોગ તેમને જાહેરખબરો બતાડા માટે થઇ શકે છે. પણ ભવિષ્યમાં ફેસબુકને બીજી કોઇ પણ માહિતી વાપરવાનો પણ અઘિકાર રહેશે.
ભારતમાં આશરે 10 કરોડ નાગરિકો વોટસએપનો ઉપયોગ કરીને પોતાના ખાનગી સંદેશાઓ ફોટાઓ તેમજ વિડીયો પણ મિત્રોને તેમજ સ્વજનોને મોકલે છે. જેમાં ઘણી સંવેદનશીલ બાબતો પણ હોય છે. વિચાર કરો કે આ બધા ડેટા કોઇના હાથમાં ચાલ્યો જાય અને તેઓ તેનો દુરઉપયોગ કરવા લાગે તો શું થાય ? ફેસબુક અને વોટસએપ જેવા સોશિયલ મિડિયાનો ઉપયોગ કરનાર કરોડો ગ્રાહકોએ કયારેય વિચાર કર્યો હોય છે કે તેઓ નેટવર્કિંગ સાઇટ પર જે થોકબંધ ડેટા અપલોડ કરે છે. તેની માલિકી કોની ? કોઇ પણ નેટવર્કિંગ સાઇટનો આપણે જયારે ઉપયોગ કરીએ છીએ ત્યારે પ્રારર્ંંભમાં તેઓ આપણી સમક્ષ એક કરાર મુસદો રજૂ કરે છે. તેમાં ઝીણા અક્ષરોમાં લાંબુ લાંબુ લખાણ લખવામાં આવ્યું હોય છે. આપણને એપ વાપરવાની ઉતાવળ એટલી હોય છે કે તે પુરું વાંચ્યા વિના જ આપણે આઇ એગ્રી પર કિલક કરીને આગળ વધીએ છીએ. હકિકતમાં એક કિલક દ્વારા આપણે બધા ડેટા પર નેટવર્કિંગ સાઇટના માલિક આપા ડેટા નો કોઇપણ વેપારી ઉપયોગ કરે તો આપણે તેનો વિરોધ કરી શકતા નથી.
જો વોટસએપ દ્વારા માત્ર જાહેરખબરો મોકલવા બાબતમાં જ ગ્રાહકોની અભિપ્રાય માંગવામાં આવી રહ્યો છે. હકિકતમાં જે ગ્રાહક જાહેરાત માટે વિનંતી કરે તે ને જ જાહેરખબરો મોકલવી જોઇએ. તેને બદલે અહિં તમામ ગ્રાહકોને માથે જાહેરખબરો મારવાની ધમકી આપવામાં આવી રહી છે. જો આપણે જાહેર ખબરોથી બચવું હોય તો આપણે અરજી કરવી પડે છે. વોટસએપ દ્વારા જે સંમતિ માંગવામાં આવી છે તે કોમર્શિયલ હેતુસર ફેસબુકને માહિતી આપવા બાબતમાં જ માગવામાં આવી છે. બીજા કોઇપણ હેતુસર ગ્રાહકોના સંદેશો,ફોટા,વિડિયો વગેરે માટે રજા માગવાની સંચાલકોને કોઇ જરુર જણાતી નથી કારણ કે તેવી સંમતિ તો ગ્રાહકોને જયારે એપ ડાઉનલોડ કરી ત્યારે જ આપી દીધી હોય છે. વોટસએપની માનીને જ ચાલે છે કે આ ડેટાની માલિકી તેની છે. ધારીએ કે આવતીકાલે અમેરિકાની કોઇ ગુપ્તચર સંસ્થા ભારતના કોઇ નાગરિકની જાસૂસી કરવા માગતી હોય અને તે ફેસબુકનો સંપર્ક સાધીને તેના સંદેશાઓ વાંચવા માગે તો ફેસબુક તેને માહિતીઆપી શકે ખરું ? ગ્રાહકે જયારે એપ ડાઉનલોડ કરી ત્યારે જ આવી સંમતિ આપી દીધી હોય છે. કાયદેસર રીતે હવે તેનો વિરોધ કરવાનો અધિકાર હોય તેવું પરિસ્થિતી જોતા લાગતું નથી.
ખરેખર સોશિયલ નેટવર્કિંગ સાઇટના ડેટાનો મુદો દેશની સલામતી માટે પણ બહુ જ જોખમી છે.

NO COMMENTS