યુદ્ધ થાય તો પાક. કયારેય યુદ્ધ કરવા લાયક નહીં રહે

0
184

સીમા સુરક્ષા દળ દ્વારા જણાવવામાં આવ્યું કે જો આ વખતે યુધ્ધ થશે તો પાકિસ્તાન ભવિષ્યમાં કોઇપણ પ્રકારના યુદ્ધ કરવા માટે લાયક નહીં રહે, રાજસ્થાન માં ભારત પાક સીમા ઉપર જૈસલમેર જિલ્લામાં સીમા સુરક્ષા દળ ના સુરક્ષા બેઠકમાં છેલ્લા દિવસે માહિતી આપતા જણાવ્યું કે પાકિસ્તાન કી તરફથી પશ્ર્ચિમી સીમા ઉપર મૂવમેન્ટ ચાલુ છે. સીમા ની પેલે પાસ ગાડીયો ની હલચલ દેખાય છે. આ સીમા ઉપર ઘૂસણખોરી ની આશંકા વધી છે. પરંતુ ઉડી આતંકી હુમલા પછી સીમા ઉપર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રિઝર્વ દળ ને પણ સીમા ઉપર તૈનાત કરી દેવાયા છે.
સીમા ઉપર એવા અધિકારીની નિમણૂક કરાઇ છે કે તે ગમે ત્યારે ગમે તે નિર્ણય લઇ શકે. આધુનિક હથિયારોથી સક્ષમ કરી દેવાયા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS