ફ્રીજ ના પાણીથી નહીં માટલા ના પાણીથી તરસ છીપાઇ છે

0
59
water matla made by mati
water matla made by mati

ગરમી શરુ થતા જ લોકો ફ્રિઝ માં પાણી ભરવાનું શરુ કરી દે છે. જે પીવાથી સ્વાસ્થ્ય માટે નુકશાનકર્તા હોય છે. પરંતુ માટલાનું પાણી કુદરતી ઠંડક આપે છે. જે કોઇ નૂકશાન નથી પહોંચતુ ઉલટાનું ફાયદો કરે છે. માટલાનું પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. માટી નું માટલું કીટાણુનાશક હોય છે. જે પાણીમાં રહેલા દૂષિત પદાર્થો ને સાફ કરે છે. તે માટે ફ્રીજ માં રાખેલા પાણી કરતા વધારે ફાયદામંદ છે. માટલા નું તાપમાન સામાન્ય થી થોડું ઓછું હોય છે. જે ઠંડક આપે છે સાથે પાચનક્રિયા ને પણ સારી બનાવે છે. તે પાણી પીવાથી ટેસ્ટોસ્ટેરોન લેવલ વધે છે. માટલાનું પાણી હદયના રોગીઓને ફાયદો કરે છે. ફ્રિઝનું પાણી પીવાથી ગળું ખરાબ થવાની શકયતાઓ રહે છે. જયારે માટલાનું પાણી પીવાથી આ સમસ્યા થતી નથી ઉપરાંત તે કબજીયાત અને એસીડીટીમાં પણ રાહત આપે છે. ઉપરાંત ઉનાળાની સીઝન શરુ થતા જ માટલાના વહેંચાણનું પ્રમાણ વધી જાય છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS