શું છે કાવેરી જળ વિવાદ ? તમિળો અને કન્નડિઓ દુશ્મનની જેમ વર્તવા લાગ્યા છે ?

0
215

(પ્રિતી ધોળકિયા-મુંદ્રા કચ્છ) prit.bhavik@gmail.com
કોઇ સાઉથ ફિલ્મનું શૃટિંગ ચાલતું હોય તેમાં કેમ જૂની દુશ્મનાવટના સીન ચાલતા હોય તેવું જ કાંઇક લાઇવ કર્ણાટક તમિલનાડુ વિરોધી લાગણી એટલી પ્રબળ છે કે બેંગ્લોરના કેબલ ઓપરેટરોએ પોતાના નેટવર્ક ઉપર તમિલનાડુની પર સેટેલાઇટ ચેનલો બતાડવાનું બંધ કરી દીધું છે. બેંગ્લોર શહેરમાં થિયેટરોમાં ચાલતી તમિળ ફિલ્મો ઉતારી લેવામાં આવી છે. જે કન્નડ ફિલ્મ સ્ટારો કાવેરીના પાણી માટીને લડતને ટેકો ન આપે તેમની ફિલ્મોનો પણ બહિષ્કાર કરવાની ધમકી આપવામાં આવી રહી છે. નદીના પાણીના મુદ્દે બે પ્રજા વચ્ચે આટલી દુશ્મનાવટ પેદા થાય તે માની ન શકાય તેવી હકિકત છે.
ભારતમાં જ બે રાજયો વચ્ચે પાણીના મુદ્દે આટલી કરુણતા પેદા થઇ શકે તેવી કલ્પના બહુ ઓછા લોકોએ કરી હશે. સુપ્રિમ કોર્ટ કર્ણાટકના કૃષ્ણાસાગર ડેમમાંથી તમિલનાડુને રોજનું 15 હજાર કયુસેક પાણી આપવાનો આદેશ કર્યો હતો. કર્ણાટકે સુપ્રિમ કોર્ટને આદેશ રદ કરવાની વિનંતી કરતા સુપ્રિમ કોર્ટે આદેશમાં ફેરફાર કરીનુે રોજનું 12 હજાર કયુસેક પાણી છોડવાનો આદેશ કર્યો છે. સુપ્રિમ કોર્ટના આદેશ સામે પણ કર્ણાટકમાં હિંસક દેખાવો થઇ રહ્યા છે. કે કન્નડ ફિલ્મ સ્ટારોને પણ તેમાં જોડાવવાની ફરજ પડી છે. રાગિણી દ્વિવેદી નામની કન્નડ અભિનેત્રીએ ટિવટરના હેન્ડલનો ઉપયોગ કરીને સુપ્રિમ કોર્ટના ચુકાદાને માનવાનો પણ ઇનકાર કરી દીધો છે. કર્ણાટકના હજારો કિસાનો કાવેરીનું પાણી રોકવા કૃષ્ણાસાગર નજીક પહોંચી ગયા હતા. જયારે ગયા વર્ષે ચેન્નાઇમાં વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે બેંગ્લોરના લોકો, ચેન્નાઇના નાગરિકોને મદદ કરવા સૌથી પહેલા પહોંચી ગયા હતા. આજે કાવેરી વિવાદને કારણે તમિળો અને કન્નડિઓ દુશ્મનની જેમ વર્તવા લાગ્યા છે. આ માટે રાજકારણીઓ ભાગ જવાબદાર છે. પોતાના મતદારોને રાજી રાખવા તેઓ ખોટી માહિતી અને પ્રચાર કરી રહ્યા છે. કૃષ્ણા સાગરમાં કેટલું પાણી છે ? તે બાબતમાં રાજકારણીઓ પોતપોતાનાં રાજયોની પ્રજાના ગૂંચવાડા પેદા કરી રહ્યા છે. ઇ.સ. 2007 માં ટ્રિબ્યુનલે જે ચૂકાદો આપ્યો તે મૂજબ જૂન મહિનામાં પ્રારંભમાં ડેમમાં જેટલું પાણી હોય તેમાંનું 56 ટકા પાણી કર્ણાટકે છોડવું જોઇએ. કર્ણાટકે મે મહિનામાં ચોમાસું શરુ થયું તે પહેલાં જ પામી છોડવામાં અખાડા કરવા માંડયા હતા. કર્ણાટકના મુખ્ય પ્રધાન સીતારામૈયા કહ્યું છે કે ડેમમાં 50 હજાર મિલિયન કયુબિક પાણી છે. તો તેમનું 28 ટીએમસી પાણી છોડતા તેમને કોણે રોકયું હતું ? જો તેમણે પાણી છોડયું હોત તો મામલો બગડયો ના હોત. પરંતુ સીતારામૈયાએ એક જ સૂર પકડી કીધું કે પાણી છોડવામાં આવશે તો બેંગ્લોરના નાગરિકને પીવાનું પાણી મળશે નહીં. તેને ચાલતે બેંગ્લોરના નાગરિકો ઉશ્કેરાયા હતા. બીજી બાજુ કર્ણાટકની સરકાર ગેરમાર્ગે દોરતા આંકડાઓ બહાર પાડે છે ત્યારે ખેડૂતો ઉશ્કેરાઇ જાય છે. સામા પક્ષે તમિલનાડુના મુખ્ય પ્રધાન જયલલિતા પણ બેજવાબદારીભર્યા વિધાનો કરી રહ્યા છે. હાલ તેમને કીધેલું કે તમિલનાડુમાં 80 ટીએમસી પાણીની ઘટ છે. જયારે કૃષ્ણસાગર ડેમમાં જ 50 ટીએમસી પાણી બચ્યું હોય ત્યારે કર્ણાટકના મુખ્ય મંત્રી તમિલનાડુને જોઇતું 80 ટીએમસી પાણી કયાંથી પેદા કરવાના હતા ?
આવું ઇ.સ. 2002 માં કાવેરીમાં જળ બાબત માં કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે ઝઘડો થયો ત્યારે સુપરસ્ટાર રજનીકાંત પણ તેમાં સંડોવાઇ ગયા હતા. રજનીકાંત તમિલનાડુને તેના હિસ્સાનું પાણી મળવું જોિએ તેવી માંગણી સાથે ચેન્નાઇમાં ઉપવાસ ઉપર બેઠા હતા. તેના વિરોધમાં બેંગ્લોરમાં રજનીકાંતની ફિલ્મ બાબાનું રિલીઝ અટકાવી દેવામાં આવ્યું હતું.
ઇ.સ. 2008 માં પણ કર્ણાટકમાં ખેડૂતો તમિલનાડુને પાણી આપવાનો વિરોધ કરતા હતા તે જોઇને રજનીકાંતે તેમને લાત મારીને ભગાડી મુકવાની વાત કરી હતી. તેમના વિરોધમાં કર્ણાટક ની સંસ્થાએ રજનીકાંતની ફિલ્મ ફુલસેન બેંગ્લોરમાં રિલીઝ નહીં થવા દેવાય. તેવી ધમકી આપવી પડી હતી. રજનીકાંતે કર્ણાટકના ખેડૂતોની માફી માંગીને સમાધાન કર્યુ હતું. પણ તેના પ્રત્યાઘાત તમિલનાડુ માં પડયા હતા. તમિલનાડુના આર્ટ્રિસ્ટ એસો.એ રજનીકાંતને ઠપકો આપ્યો હતો કે તેણે તમિલનાડુ નું ગૌરવ ઘટાડયું છે.

NO COMMENTS