વોટસએપ ની શોધ અને યાત્રા

0
141

(જસ્મીન દેસાઇ (દર્પણ)-રાજકોટ)
વોટસએપના શોધકો મી. જહોન કોઉમે અને બ્રાયન અકટને આજથી ત્રણેક વર્ષ પહેલા વિશ્ર્વને જણાવેલી હતી. આ શોધકોએ જ મોબાઇલ ઉપર મેસેજ મોકલવાની પધ્ધતિ શોધી હતી. જેમાંતી આ વોટસએપની વધારાની શોધ કરી હતી. વોટસએપમાં ટચ સ્ક્રીન મોબાઇલ ઉપર જે લખાણ કે ચિત્ર જેને મોકલવાનું હોય તે થઇ શકે છે.
આમાનાં યુક્રેનમાં જન્મેલ અને ત્યારબાદ અમેરિકા ચાલ્યા ગયેલા જહોન કોઉમની પાસે 9 વર્ષની ઉંમર સુધી પોતાનું કમ્પ્યુટર પણ ન હતું. જીવન નિર્વાહ માટે યુવાન થતા છૂટક કામ કરતો દુકાનોમાં સફાઇ કરવાનું કામ કરતો તો વળી કેન્સરગ્રસ્ત માતાનું પણ ધ્યાન રાખવાનું હતું. આ સંઘર્ષ સાથે તેમણે એક વખત સેક્ધડ હેન્ડ કમ્પ્યુટર ખરીદયું હતું તે વિશેનાં સેક્ધડ હેન્ડ પુસ્તકો ખરીદીને આ કમ્પ્યુટર વિશે માહિતી અને જ્ઞાન અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેવામાં તેને અમેરિકાની સેન્ટ જોશ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર ટેસ્ટર ની નોકરી મળી. આ યુનિવર્સિટીએ આ જહોન કોઉમને યાહૂ કંપનીમાં એક પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવા મોકલ્યો. આ યાહૂ કંપનીમાં તેની મિત્રચારી બ્રાયન સાથે થઇ જે આખરે વોટસએપ અને તે પહેલા મોબઇલ મેસેજની પધ્ધતિની શોધમાં પરિણમી. હવે તો જહોનને પણ યાહૂમાં નોકરી મળી અને આ બન્ને મિત્રોને કાર્ય કરવામાં સરળતા થઇ. ત્યારબાદ 9 વર્ષ નોકરી કર્યા પછી જહોન અને બ્રાયન નોકરી છોડીને રજા મનાવવા નીકળી પડયા. પરંતુ સમય જતાં ફરી નોકરી શોધવા લાગ્યા. પણ સફળતા ન મળી. બન્નેએ એક આઇફોન ખરીદયો અને કલાકોના કલાકો સુધી એપ દ્વારા વાતો કરતા જેમાં વોટસએપ ની શોધ કરી. આ શોધ માટે નિમિત બન્યું તેનું જીમ, જીમમાં મોબાઇલ ઉપર વાતો વાતો થઇ શકતી નહોતી એથી તેઓને મનમાં એક વિચાર આવ્યો કે આપણે એક એવી એપ શોધીએ જેમાં વાતો કર્યા વિના મોબાઇલ ઉપર ઘણું જોઇ શકાય.. શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ આવી આખરે તેમા એવી સફળતા તેઓએ હાંસલ કરી કે આજે આ વોટસએપ સરળ બની ગયા છે કે આજે વિશ્ર્વમાં 100 કરોડ થી વધુ મોબાઇલ યુઝર્સ કલબના સભ્યો, 7 ગુગલ અને 2 ફેસબુક દ્વારા આશરે 4000 કરોડ વોટસએપ મેસેજીસ દરરોજ મોકલાઇ રહ્યા છે. 160 કરોડ ફોટા, 25 કરોડ વિડિયો, વિશ્ર્વની 53 ભાષાઓમાં એકબીજાને વોટસએપ દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. વિશેષમાં જી મેઇલ કલબમાં પણ આશરે 100 કરોડ સભ્યો છે. જેમાં 7 ગુગલની સર્વીસીસ છે. જેમ કે જીમેલ, યુટયુબ, સર્ચ, ગુગલક્રોમ, મેપ્સ, પ્લે અને ફંડ્રાયડ બે સર્વિસીસ ફેસબુક અને વોટસઅપની છે.
આમ આજે વિશ્ર્વમાં અબાલ વૃદ્ધ,નર નારીઓ મોબાઇલ તો વાપરે છે પરંતુ મીનીટે મીનીટે વોટસએપ પણ આનંદ માણતા માહિતીઓની આપલે જોઇ નિહાળી પણ શકે છે. અને આથી જ તો આવી સગવડતા વાળા ટચ સ્ક્રીન મોબાઇલો સઘળી કંપનીઓ બનાવે છે અને મહા સમૂહ બજારમાં રોજ ઠાલવે છે.

 • જસ્મીન દેસાઇ (દર્પણ)
  નિલમય, સહકારનગર મેઇન રોડ
  મહિલા કોલેજ પાછળ
  સ્વામિનારાયણ મંદિરની બાજુનો રસ્તો
  રાજકોટ
  મો. 94283 49812

NO COMMENTS