ઘઉંના જવારા નો રસ ઇશ્વરીય બક્ષિસ

0
1785
wheatgrass-juice

ઘઉંના જવારા તો ઇશ્વરીય  બક્ષિસ જ ગણાય કારણ કે તે આરોગ્ય સંવર્ધક અને રોગહર નિર્દોષ ઉપાય છે.

જવારા ઉગાડવાની રીત :
6 થી 8 ઇંચ પહોળાઇવાળા માટીના કોડિયા કે કુંડામાં કોઇપણ કુટુંબની જરુરિયાત પ્રમાણે, 7,14,21, કે 28 ગ્રામમાં ચોખ્ખી સારી કાળી ખેતરાઉ માટી નાખીને કોઇપણ જાતનું રસાયણ ખાતર મેળવ્યા સિવાય દરરોજ બે કે ત્રણ કુંડામાં ઘઉં વાવી શકાય.
સામાન્ય રીતે છ થી દસ દિવસમાં ઘઉંના જવારા પાંચથી સાત ઇંચના થાય છે. પાંચથી સાત ઇંચ સુધીના જવારામાં જ પૂરતા રોગહર દ્રવ્યો મળે છે. તેથી ઉપરાંત સાત ઇંચથી મોટા જવારામાં તે મળી શકતા નથી.
આ જવારાને માટાની સપાટી પાસેથી કાતરથી કાપી લઇને અથવા મૂળમાંથી ખેંચીને કાઢી વાપરી શકાય. અને ત્યારબાદ તે જ કુંડામાં ફરી ઘઉં વાવી શકાય છે. વાવતી વખતે કુંડા કે કોડિયાની અંદરની સપાટી માટી ઢંકાય એટલા ઘઉં નાખવા કે જેથી થોડી જગ્યામાં વધુ જવારા મળી શકે. આ રીતે ક્રમસર કુંડામાં ઘઉં વાવવાથી હંમેશા જવારા મળ્યા કરે છે.
જવારા લેવાની રીત :
જવારા કાપ્યા પછી તરત જ તે સ્વચ્છ પાણીથી ધોઇને ખાંડી, કપડાના કટકામાં દાબી, નીચોવી તેનો રસ કાઢવો, આ જવારાના કુંચાને આ રીતે ફરી ત્રણ વખત ખાંડીને નિચોવવાથી તેમાંનો પૂરો રસ નીકળી જાશે. (ચટણી બનાવવાના સંચા કે બીજા એવા મશીનથી પણ રસ કાઢી શકાય ) આ રસ કાઢયા પછી, તેને તુરત જ ધીમે ઘૂંટડે પી જવો, કારણ કે પડતર રસનો ગુણ દરેક ક્ષણે ઓછો થતો જાય છે.
આ રસ ગમે ત્યારે અનૂકુળતાએ લઇ શકાય છે. પરંતુ તે લીધા પછી અર્ધા કલાક સુધી કોઇપણ પ્રકારનો ખાદ્ય કે પૈય પદાર્થ ન લઇ શકાય કેટલાકને ઊબક અને ઊલટી થાય છે, ઝાડા કે શરદી પણ થાય છે પરંતુ તેથી ગભરાવું નહિં. ઊલટી ઝાડા કે શરદી વાટે શરીરમાં એકઠાં થયેલા ઝેરો નીકળી જાય છે.
આ રસમાં આદુ અને અથવા નાગરવેલના પાન ઉમેરી શકાય. આમ કરવાથી જવારાના રસના સ્વાદ અને ગુણમાં વધારો થાય છે. અને ઉબકા આવતા નથી. આ રસમાં લીંબુનો રસ કે મીઠું નાખવું નહિં.
રસ કાઢવાનો સમય કે અનુકૂળતા ન હોય તો જવારા ખૂબ ચાવીને પણ ખાઇ શકાય. આથી દાંત અને પેઢાં પણ મજબૂત બને છે. મોંમાથી ખરાબ વાસ આવતી હોય તો તે ઓછી થાય છે.
જવારાના રસ શરુ કર્યા પચી અનુકૂળતા અને ફાયદો જણાય તો બે થી ત્રણ વખત લઇ શકાય છે. જીવન મરણનો સવાલ હોય તેવા દર્દીને તો દિવસમાં ત્રણ વખત ગ્લાસ ભરીને પણ આપી શકાય.
ઉપરાંત હદયરોગના દર્દી, બાયપાસ કે બ્લોકેજ વાળા દર્દીઓએ તો ખાસ જવારાનો રસ લેવો જોઇએ.
નવજાત શિશુથી માંડીને નાના મોટાં અબાલ વૃદ્ધ,નર,નારીઓ સૌ કોઇ જવારા રસનું સેવન કરી તંદુરસ્તીપ્રાપ્ત કરી શકે છે.

NO COMMENTS