જયલલિતા ના મોત અંગે હાઇકોર્ટે આશંકા વ્યકત કરી

0
58
Why Can't Jayalalithaa's Body Be Exhumed? Madras High Court Questions
Why Can't Jayalalithaa's Body Be Exhumed? Madras High Court Questions

તમિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જયલલિતા ના મોત ના કારણે મદ્રાસ હાઇકોર્ટે આશંકા વ્યકત કરી છે. એઆઇએડીએમકે ના પૂર્વ પ્રમુખ જયલલિતા ના મોત ના રહસ્ય ઉપરથી પડદો ઉઠાવવાની માંગ થી જોડાયેલી જનહિત માં કરાયેલી એક અરજી ઉપર જસ્ટીસ એસ. વૈદ્યનાથ અને જસ્ટીસ પાર્થિબાન ને બેંચે જણાવ્યું કે અમોને પણ જયલલિતાના મૌત ઉપર શક છે ! અમો મામલાની તપાસ માટે અમો જરુર પડયે જયલલિતાના શબ ને કબ્ર માંથી કઢાવી શકીએ છીએ. આ સંબધમાં કોર્ટે પી.એમ. મોદી અને રાજય સરકારને પણ નોટીસ પાઠવી સવાલ પૂછયા છે. તે સાથે તેમના સવાલ કર્યો છે કે જયલલિતા ની બિમારી ને આ રીતે ગોપનીય શા માટે બનાવી રાખ્યું ? પોતાના સમર્થકો વચ્ચે અમ્મા ના નામ થી મશહૂર જયલલિતા ને તાવ અને પાણી ની કમી ના કારણે 22 સપ્ટેમ્બરે ચેન્નાઇની એપોલો હોસ્પિટલમાં ભર્તી કરાયા હતા. જયાં તેમને 4 ડિસેમ્બરે હાર્ટ એટેક આવ્યો હતો. જે પછી પ તારીખે તેમનું નિધન થયું જયલલિતાના મોત ને લઇને ઘણા લોકો શંકા કરી રહ્યા છે. એમાંથી સામેલ એક સભ્ય પીએ જોસેફે પાર્ટી પ્રમુખના મોત ના રહસ્ય થી જોડાયેલી એક જનહિત અરજી મદ્રાસ હાઇકોર્ટમા દાખલ કરેલ છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS