ગરમીની મૌસમ : ધરતીનું અમૃત પીણું એટલે છાશ

0
54
Why Is Buttermilk Good for health ?
Why Is Buttermilk Good for health ?

ગરમીની મૌસમમાં વધુ પડતા લોકો તરસ છીપાવવા માટે અને ગરમી દૂર કરવા માટે કોલ્ડ્રીંકસ નો ઉપયોગ કરે છે. પરંતુ આપ જાણો છો આ સોફટ ડ્રીંક, કોલ્ડ્રીંકસ થી વધુ સારું પીણું છે છાશ તેનાથી શરીર ને ઠંડક પહોંચે છે. સાથે સ્વાસ્થ્ટ માટે ફાયદાકારક છે. છાશ પીવાથી પેટ ને સંબંધી બિમારી દૂર થાય છે. તેમાં ઉપયોગ થનારો મસાલો પેટ માં જમવાનું હજમ કરી નાખે છે. જેનાથી એસીડીટી થતી નથી. છાશ માં વિટામીન બી કોમ્પલેકસ, પ્રોટીન અને પોટેશિયમ નું પ્રમાણ હોય છે. વિટામીન બી માં રાઇબોકલેવન હોય છે જેનાથી ઉર્જા માં બદલવાનું કામ કરે છે. તે પીધા બાદ તાજગીનો અનુભવ થાય છે. પેટમાં બળતરા ની ફરિયાદ હોય તો તે દૂર થાય છે. છાશમાં મરી તેમજ મસાલો નાખવાથી ઓડકાર આવતા બંધ થાય છે. ગરમીની મૌસમમાં વારંવાર ડિહાઇડ્રેશનની ફરિયાદ રહે છે. આવામાં છાશ પીવાથી ફાયદો થાય છે. છાશમાં ઇલેકટ્રોલાઇટ હોય છે જે શરીરમાં પાણીની કમી પૂરી કરે છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS