ભારત ને રિયો માં મળ્યો પહેલો ચંદ્રક

0
99

ભારત રિયો ઓલંપિકમાં મેડલ થી વંચીત હતું પરંતુ ભારત ને હરિયાણા ના રોહતકની વતની સાક્ષી મલિકે મહિલાઓ ના 58 કિ.ગ્રા. ના વિભાગમાં ભારતીય ચેલેન્જનો સામનો કર્યો. સાક્ષીએ રિપચેજ રાઉંડના અદભૂત પ્રદર્શન કરી કિરગીસ્તાન ની પહેલવાન ને માત આપી હતી. પહેલા હોક માં સાક્ષી 0-5 થી પાછળ હતી. પરંતુ બીજા રાઉંડમાં તેણે સરસ દેખાવ કરી 5-5 થી બરાબરી કરી હતી. છેલ્લા સમયમાં તેણે 2 અંક વધારો કરી ઇતિહાર બનાવ્યો હતો. અને ભારતને રિયો માં પહેલો કાંસ્ય પદક મળ્યો.
આવી જ રીતે 2008 માં બીજીંગમાં ઓલંપિકમાં સુશીલ કુમારે રિપચેજ રાઉંડમાં જીતી રેકોર્ડ કર્યો હતો. અને ભારતને કુશ્તીમાં કાંસ્ય ચંદ્રક અપાવ્યો હતો. શરુઆત સાક્ષીએ બહુ સરસ રીતે કરી અને કવોલિફાઇડ માં માલ્ડોવા ની પહેલવાન ને હરાવી પ્રી કવાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી. કુસ્તીમાં કુલ અત્યાર સુધીમાં 4 થો ચંદ્રક હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS