કેવી રીતે તૈયાર થાય છે ? દુનિયાની સૌથી મોંઘી કોફી..!

0
1025

હાલમાં બજારમાં ઘણા પ્રકારની કોફી પ્રાપ્ત છે. પરંતુ દુનિયાની મોંઘામાં મોંઘી કોફી વિષે બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. આ કોફીનું નામ છે. બ્લેક આઇવરી બ્લેંડ આ દુનિયાની મોંઘામાં મોંઘી કોફી છે. આ કોફી મેળવવા માટે એડવાન્સમાં ઓર્ડર લખાવવો પડે છે. આ કોફી બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. હાથીનું છાણ..! આ કોફી થાઇલેન્ડમાં બને છે. આ કોફી હાથીના છાણમાં કોફીના બીજ ભેળવી બનાવવામાં આવી રહી છે. આ કોફીની અંદાજીત કિંમત રૂ. 67000 જેટલી છે. એટલે કે 1100 ડોલર પ્રતિ કિલોગ્રામ કિંમત છે. સૌથી પહેલા આ કોફી બનાવતા પહેલા હાથીને કોફીના બીજ ખવડાવવામાં આવે છે. હાથી કોફીના બીજ ખાય તેને પચાવે છે પછી તે છાણ કરે છે. ત્યારપછી આ બીજને તેમાંથી છુટા પાડવામાં આવે છે. આ એક કિલોગ્રામ કોફી બનાવવા માટે 33 કિલોગ્રામ કોફીના બીજ હાથીને ખવડાવવામાં આવી રહ્યા છે. બાદમાં હાથીના છાણમાંથી બીજને છુટા પાડી તેના નિષ્ણાંતો દ્વારા અલગ કરી તેને પાવડર સ્વરૂપે ટેસ્ટીંગ કર્યા બાદ બનાવવામાં આવે છે. આ પછી તેની ઘણી મોટી પ્રોસેસ કરવામાં આવે છે. બીજને છાણમાંથી છુટા પાડયા બાદ તડકે સુકવવામાં આવે છે. ખાસ એ વાત છે કે, આ કોફીમાં કડવાશ જરાપણ હોતી નથી. કોફીના બીજ સાથે હાથીને ફૂટ પણ ખવડાવવામાં આવે છે. જેથી કોફીનો સ્વાદ દુનિયામાં કંઇક અલગ જ છે. આ રીતે દુનિયાની સૌથી મોંઘી કોફી બનાવવામાં આવી રહી છે.

(સુત્રોમાંથી)

NO COMMENTS