યોગ નિષ્ણાંત : નિર્મળસિંહ જાડેજા

0
116
yog expert nirmalshih jadeja
yog expert nirmalshih jadeja

હર સુબહ હોતે હી ઊઠતા હૈ હર કોઇ..
લેકિન જાગતા હૈ સિર્ફ કોઇ કોઇ…
સ્વામિ વિવેકાનંદનું સોનેરી સૂછ છે. ઉઠો. જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો. મતલબ કે, ઊઠો, જાગો અને ત્યાં સુધી રોકવ નહિં જયાં સુધી લક્ષ્યની પ્રાપ્તિ ન થઇ જાય. સપનું તો દરેક ઇન્સાન જુએ છે, પણ તેને સાકાર કરવા ાટે તેની પાછળ પડી જવું પડે છે. કંઇક અલગ કરવું, કંઇક મનગતમું કરવું, નામના મેળવવી, વાહવાહી પ્રાપ્ત કરવી એ દરેક માણસની ગમતી વાત છે, પણ એમ માત્ર સપનું જોઇ લેવાથી કે ઇચ્છા સેવી લેવાથી કંઇ મળી જતું નથી. એ માટે અથાક પ્રયત્નો કરવા પડે છે. દિવસ રાત એક કરવા પડે છે.
આજે આપણે જે વ્યકિત વિશેની વાત કરવા જઇ રહ્યા છીએ, એમણે પણ કંઇક અલગ, કંઇક મનગમતું કરવાનું સપનું જોયું અને એને સાકાર પણ કરી બતાવ્યું. અને એમનું નામ છે. નિર્મળસિંહ પ્રવિણસિંહ જાડેજા તા. 26-05-1957 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ડુમાણા ગામમાં જન્મેલા. મૂળ મોરબી જિલ્લાના સાપર ગામના વતની અને હાલ રાજકોટના રહેવાસી એવા જાડેજા યોગના નિષ્ણાંત છે.
પિતા પ્રવિણસિંહની પી.જી.વી.સી.એલ.માં સર્વિસ હોવાથી નિર્મળસિંહનું બાળપણ મેંદરડા, વેરાવળ, કેશોદ અને માણાવદર ખાતે સ્થળાંતર થતું રહેવું પરંતુ તેમણે ધો. 1 થી 12 સુધીનો અભ્યાસ જૂનાગઢના માણાવદર ની લાયન્સ સ્કુલમાં કર્યો. ત્યારબાદ માણાવદરમાં ઉચ્ચ અભ્યાસની સુવિધા ન હોવાના કારણે કોલેજ કરવા માટે માણાવદરથી જૂનાગઢ ત્રણ વર્ષ અપડાઉન કરી અંગ્રેજી વિષય સાથે બી.એ.ની ઉપાધી મેળવી. વધુ અભ્યાસાર્થે કોમર્સ એન્ડ લો કોલેજ, જૂનાગઢમાં એલ.એલ.બી. ની ઉપાધિ મેળવી. બાદ એમના પિતાની બદલી મોરબી થવાથી તેઓ પરિવાર સાથે મોરબી રહેવા ગયા અને મોરબીથી રાજકોટ અપડાઉન કરી એક વર્ષ ડિપ્લોમા ઇન લેબર લો નો અભ્યાસ ડી.એચ. કોલજમાં પૂર્ણ કર્યો.
એમને પહેલેથી જ અધ્યાત્મમાં વિશેષ રસ હોવાથી માત્ર 16 વર્ષની ઉંમરે તેમના આધ્યાત્મિક ગુરુ પ.પૂ. રાજર્ષિ મુનીજીના આશિર્વાદ અને એમના મોટાબાપુ ડો.આર.જે. જાડેજા ( હાલ : લકુલીશ યોગ યુનિ.ના ડીન એન્ડ ડાયરેકટર) ના માર્ગદર્શન હેઠળ એક પછી એક યોગ શિબિરોને ઉચ્ચ શ્રેણીમાં ઊતીર્ણ કરી માત્ર 20 વર્ષની ઉંમરે તેઓ યોગ શિક્ષક તરીકેની સેવાઓ આપવા લાગેલા. તેમણે વિવિધ કોલેજો અને યુનિ.માં સફળ યોગ યોગ શિબિરોનું સંચાલન એકલે હાથે કરેલું અને યોગનો પ્રચાર પ્રસાર કરતા રહ્યા.
તેમણે માણાવદર, જૂનાગઢ, મોરબી તેમજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે યોગ ઇન્સટ્રકટર તરીકે ફરજ બજાવી. હાલ તેઓ પ્રોજેકટ લાઇફ, રેસકોર્સ રીંગ ખાતે આવેલી 37 વર્ષ જૂની સંસ્થામાં સિનિયર યોગ ક્ધસલ્ટન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. ન ફકત યુવાનો, પણ બાળકો અને વૃધ્ધોમાં પણ તેમણે ખૂબ નામના મેળવી છે. એમના કલાસ લગભગ ફુલ રહે છે.
લાઇફ સંસ્થામાં કાર્યરત હોવા ઉપરાંત અનેક સ્કૂલો, કોલેજો, મંડળો, સરકારી, અર્ધસરકારી સંસ્થઓમાં તેઓ સ્વાસ્થ્ય અને યોગને લગતાં પ્રવચનો આપે છે. અને શિબિરોનું પણ આયોજ કરે છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગુજરાત સરકાર દ્વારા યોજાતી નવ દિવસની અનેક શિબિરોમાં એમણે સેવા આપી છે.ઉપરાંત નેશનલ ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં જજ તરીકે સુરત, મુંબઇ, દિલ્હી, અમદાવાદ, ગાંધીનગર, રાજ રાજેશ્ર્વરી ધામ, લીંબડી વગેરે જગ્યાએ તેઓ સેવાઓ આપી ચૂકાય છે અને આપતા રહે છે. સ્કુલ કોલેજ કાળ દરમ્યાન તેઓ પોતે પણ અનેકવાર યોગ સ્પર્ધામાં ચેમ્પિયન રનર્સઅપ રહી ચૂકાય છે. અનેક મેડલ, ઇનામો, સર્ટીફીકેટ મેળવતા રહ્યા છે. લાઇફ મિશન , રાજરાજેશ્ર્વરી ધામ તરફથી તેમને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરી પૂ. રાજર્ષિ મુનીજીએ આશિર્વાદ આપેલા.
તેમનો શોખ આધ્યાત્મિક વાંચન તેમજ નવા નવા લોકોને મળવાનો અને નવા સંશોધન, નવી ચિકિત્સા પદ્ધતિઓ વિશે જાણવાનો છે. તેમ જ નવા સ્થળોએ ફરવા નો પણ શોખ છે. યોગીક ચિકિત્સાથી અનેક લોકોને લાભ અપાવી ચૂકેલા નિર્મળસિંહ જાડેજાની વર્તમાનપત્રોએ અનેકવાર નોંધ લીધી છે. રાજકોટ આકાશવાણી રેડિયો સ્ટેશન પર 21 મી જૂન ઇન્ટરનેશલ યોગ દિવસ પર તેમનો વાર્તાલાપ પણ રજૂ થયેલો.
એમનું જીવન સંઘર્ષમય રહ્યું છે. એમણે મેળવેલી સિધ્ધિઓ-ઉપલબ્ધિઓ ખૂબ જ પ્રયત્નો બાદ પ્રાપ્ત થઇ છે. દિવસ રાત એક કરીને અથાક મહેનત કરીને એમણે આજે આ મુકામ હાંસલ કર્યો છે. પરંતુ 24 વર્ષની એમની યોગમય કારકિર્દીમાં એમની સંતોષી અને હેપ્પી લાઇફનું રહસ્ય તેઓ યોગ, ધ્યાન અને પ્રાણાયામ જ ગણાવે છે. ભવિષ્યમાં પોતાનું આગવું આધુનિક યોગ સેન્ટર ઉભું કરવાનું એમનું સ્વપ્ન છે. જેમાં વધુને વધુ લોકો સ્વસ્થ, સાજા રહે તેમજ સમસ્ત સમાજ નિરોગી બને, દવા વગર લાંબુ આયુષ્ય ભગોવે તેવો પ્રયત્ન છે. તેમની પાસે કેન્સર, બી.પી., ડાયાબિટીસ, કમર, ગોઠણ-ઢીંચણના દુ:ખાવાની તકલીફ લઇને અનેક દર્દીઓ આવે છે અને સાજા થઇને જાય છે. અંતમાં એમનો એક જ સંદેશ છે કે યોગ રોગ મટાડવાનું સાધન નહિં, ભવરોગ મટાડવાનું સાધન છે.
માટે રોજ યોગ કરો અને તન મનથી નિરોગી રહો. સમાજ માટે કંઇક કરી છૂટવાની ભાવના સાથે સમાજને એક સાચો અને સરળ રસ્તો દેખાડનાર નિર્મળસિંહ હંમેશા યોગ પ્રત્યે સજાગ રહે છે. અને યોગ વિષે જુદા જુદા સંશોધનો પણ હાલમાં કરી રહ્યા છે. યોગ દ્વારા વધુમાં વધુ લોકોને સાજા કરવા અને તંદુરસ્ત રાખવા તે તેમના જીવનનો ધ્યેય છે.

સંપર્ક સુત્ર :
નિર્મળસિંહ જાડેજા
રાજશ્રી કોમ્પલેક્ષ. અર્પણ પાર્ક, શેરી નં.4
રેલનગર મેઇન રોડ
ભગવતી હોલ પાસે, રાજકોટ
મો. 98981 29342
– સંકલન : વંદિતા દવે-રાજયગુરુ
પ્રવિણ ડોકટર ગરબીચોક,
જૈન ઉપાશ્રયની સામે,ધોરાજી

NO COMMENTS