યોગ ભગાવે રોગ : યોગ દ્વારા અનેક પ્રકારની સિધ્ધિઓ હાંસલ કરી શકાય

0
146
Yoga Kriya : The Supreme Science
Yoga Kriya : The Supreme Science

યોગની પ્રક્રિયા આમ તો ખૂબજ પ્રાચીન છે. મહાત્માઓ અને ઋષી મુનીઓ જે તપ કરતા હતા તેને પણ એક પ્રકારનો યોગ જ કહેવાય યોગ દ્વારા અનેક પ્રકારની સિધ્ધિઓ હાંસલ કરી શકાય છે તેવું યોગ ના અનુભવીઓ કહેતા હોય છે. આજના જમાનામાં યોગ નું મહત્વ ઘણું વધી ગયું છે જયારથી આપણા વડાપ્રધાન સતા પર આવ્યા તે પછી તેમણે યોગ વિદ્યા ના ખાસ અભ્યાસ માટે ખૂબ જ રસ લીધો છે એટલે સુધી પોતે પણ નિત્ય યોગ કરે છે હવે તો વિદેશોમાં પણ યોગના વર્ગો નો પ્રારંભ થયો છે. તો અનેક લોકો પોતાના જ ઘર અને બંગલાઓમાં યોગ કરતા હોય છે. કહેવાય છે કે તમામ પ્રકારના રોગની મુકિત યોગથી થતી હોય છે. શરીર હંમેશા તરોતાજા રહેતું હોય છે. કસરત કરતા યોગ વધુ સહેલું ગણાય છે.

જાણકારોનું કહેવું છે કે રોજની ફકત પાંચ જ મિનિટ યોગ માટે ફાળવવામાં આવે તો તમામ પ્રકારનો રોગ ને દૂર કરી શકાય છે. આજના જમાનામાં મોટા ભાગના લોકો અનેક પ્રકારની માનસિક સ્થિતિમાં મુંઝાયેલા રહેતા હોય છે આ સમયે યોગ એક મુખ્ય ઔષધ બની જાય છે. મોટા ભાગના લોકો નાના મોટા રોગ માટે ડોકટરની સલાહ વિના બઝારમાં મળતી દવાઓ ખરીદીને ખાતા હોય છે કે પીતા હોય છે પછી રોગ નો વધારો થતાં તે દવાઓ જો કામયાબ નથી નીકળતી ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડતું ોય છે આ પાછળનું મુખ્ય કારણ કે લોકો પોતાની નબળી આદતમાં સુધારો કરતાં નથી હોતા, ડોકટરોની સલાહ વિના લેવાયેલ દવાઓના કારણે સાઇડ ઇફેકટ આડઅસર થતી હોય છે પરિણામે ડાયાબિટીસ, પીઠદર્દ, માઇગ્રેન, થાઇરોઇડ જેવા ગંભીર બીમારીના ભોગ બનવું પડે છે.
કોઇપણ રોગને નાબૂદ કરી શકાય આ માટે તો ડોકટર કે આયુર્વેદની ખાસ જરુર પડતી હોય છે તેમાં પણ જો યોગની પ્રક્રિયા કાયમ રહેતી હોય તો કયારે પણ ડોકટરની સેવાની જરુર પડતી નથી.
મોટાભાગના લોકો ને પીઠદર્દની ફરિયાદ ખુબ જ સતાવતી હોય છે જેમાં તેઓ ખાસ કરીને પીઠના સ્નાયુ માં ખેંચ, કે પછી કમરના નીચેના ભાગમાં અસહ્ય દુ:ખાવો થતો હોય છે. જેમાં તેવા લોકોને ઉઠવા બેસવાની રિત રિવાજ જ ખોટા હોય છે પરિણામે તેવા લોકો આ દર્દથી પીડાતા હોય છે. આ પ્રકારના લોકોએ હલાસન યોગની પ્રક્રિયા કરવી જોઇએ. જેમાં જમીન પર પીઠના ટેકે સૂઇ જવાનું બંને હાથ જમીન પર સીધા રાખવાના તેમજ બંને પગ ઉંચા રાખી ને ટટ્ટાર રાખવાના હોય છે આ પછી બે ચાર મિનિટ માટે બંને પગ એકઠા રાખીને ધીમે ધીમે પોતાના માથા સુધી લઇ જવાના રહે છે જયારે બંને હાથ જમીનને અડેલા હોવા જોિએ આ રીતે બે ચાર વખત કરવાથી કમર ના દુ:ખાવા માં રાહત મળે છે. જો દુ:ખાવો રહેતો હોય નહીં તો પણ ભવિષ્યમાં કયારે પણ દુ:ખાવાની શકયતા નથી રહેતી.
– કમરમાં સહન થઇ શકે નહીં તેવો દુ:ખાવો હોય તો ઘરેલું વસ્તુઓ નો ઉપયોગ કરી શકાય છે જેમાં એક નાનકડી વાટકીમાં સરસિયાનાં તેલ ને ગરમ કરી ને તેમાં લસણની બે ચાર કળીઓ નાખવી કળીઓ લાલ થઇ જાય પછી તેલને ઠંડુ થવા દેવું આ પછી જયાં કમરનો દુ:ખાવો હોય ત્યાં હળવેથી માલીશ રોજ કરવાથી અઠવાડિયામાં રાહત થઇ જાય છે.
– મોટાભાગની મહિલાઓ અને પુરુષોમાં માઇગ્રેન ની ફરિયાદ રહેતી હોય છે માથા ના દુ:ખાવાનો આ રોગ માનવીને મુંઝવી નાખે છે. જેમાં દર્દી ને ઉંઘની બિમારી થતી હોય છે, શરીરમાં કળતર રહે છે, માથામાં એક ખાસ ભાગમાં સખત દુ:ખાવો રહેતો હોય છે આ તકલીફ મોટાભાગે સાંજના સમયે થતી હોય છે. આ માટે યોગની પ્રક્રિયા માં અનુલોમ વિલોમ પ્રાણાયામ ખુબ જ શ્રેષ્ઠ ગણાય છે. આ રીતમાં સુખાસન ની બેઠક કરવી જોઇએ. સીધા પલાઠી વાળી ટટ્ટાર બેસવું હોય છે. પોતાના હાથની અનામિકા અને કનિષ્કા આંગળી વડે નાક ના જે ભાગમાં થી શ્ર્વાસનું હલન ચલન થતું હોય છે તેને થોડીવાર બંધ રાખો ઉંડો શ્ર્વાસ લેવાનો હોય છે. ધીરે ધીરે શ્ર્વાસ છોડવો આ ક્રિયા અંદાજે દશ મિનિટ સુધી કરવી જોઇએ. ધ્યાન રહે કે શ્ર્વાસમાં મુંઝારો થાય તો તુરંત જ નાક પરથી હાથ હટાવી લેવાનો રહે છે. આ રોગમાં ઘરેલું નુસ્કા માં અડધો ગ્લાસ પાલક અને અડધો ગ્લાસ ગાજરનો રસ નિયમિત પીવાથી માઇગ્રેન માં ફાયદો થાય છે.
– ડાયાબિટીઝ ના દર્દીએ તો નૌકાસન નો યોગ કરવાથી ડાયાબિટીઝ ને કંટ્રોલ માં રાખી શકાય છે. આ માટે તેઓએ પોતાના ઘરમાં જમીન પર સીધા સૂઇ જવાનું રહે છે. ધીમે ધીમે પોતાના ખભા અને માથું ઉપર કરવું પછી નીચે કરવું બંને પગ ઉંચા સીધા કરવા નીચા કરવા આ રીતે પાંચ મિનિટ સુધી કરવું વચ્ચે થાક લાગે તો યોગ ને આરામ માં મુકવો. આ પછી બંને હાથ પણ બે ચાર મિનિટ સુધી ઉંચા કરવા નીચા કરવા આમ કરવાથી શરીરમાં રકતપ્રવાહ દોડવા લાગશે સ્નાયુમાં રકતના ગઠા બંધાઇ ગયા હશે તે છુટા થશે અને નસોમાં લોહી વહેવા લાગશે.
– ડાયાબીટીઝના કાયમી દર્દીએ તો રોજ સવારે ખાલી પેટે અડધો ગ્લાસ કારેલાનો રસ પીવો જોઇએ તે પછી ના એક કલાકના સમય બાદ દૂધ કે ઓછા ખાંડવાળી ચા પીવાની ટેવ રાખવાથી ડાયાબીટીઝ ને કંટ્રોલ માં લઇ શકાય છે.
અનેક લોકોને કાયમી શરદી તાવ ની ફરિયાદ રહેતી હોય છે તેઓ હાલતા ચાલતા કામ કરતા હોય છે આમ છતાં તેમને કાયમ શરદી રહેતી હોય છે તો કયારે શરીરનું તાપમાન વધુ હોય છે આ પ્રકારના લોકોએ તો સર્વાંગાસન કરવું જોઇએ. જે સહેલું છે આ માટે તેવો લોકોએ નિત્યક્રમ મુજબ પીઠના ટેકે સીધા જમીન પર સુવાનું હોય છે. ધીરે ધીરે બંને પગ સાથે જોડીને ઉંચા કરવાના રહે છે બની શકે તેટલા જોશ સાથે કમરના ટેકે રહેવાનું હોય છે આ પછી વારંવાર પાંચ છ મિનિટ સુધી પગ તે જમીન પર લાવી પાછા ઉંચા કરવાના હોય છે. આ યોગ દ્વારા શરીરમાં રકતચાપમાં ગતિનો વધારો થતો હોય છે જો આ યોગ રોજ કરવામાં આવે તો કયારે પણ શરદી તાવ ની બિમારી થતી નથી જો હોય તો તેમાં અનેક ગણો ફાયદો થતો હોય છે.
કાયમ શરદી અને ઝીણા તાવથી પરેશાન લોકોએ પણ ઘરેલું ઇલાજ કરવો જોઇએ. આ માટે 4 કપ પાણીમાં એક ચમચી હળદર પીસેલી, 3 ચમચી ઘી, 4 તુલસીના પાન નાખીને દશ મિનિટ સુધી ગેસના ચુલ્હા પર ગરમ કરવાનું હોય છે આ ક્રિયા પણ દશ મિનિટ સુધી કરવી આ ગરમ મિશ્રણ થોડું ઠંડુ થાય કે તુરંત જ તેમાં લીંબુ નો રસ તથા બે ચમચી જેટલું મધ નાખીને હલાવી રોજ પીવાથી કાયમ માટે શરદી તાવ દૂર થાય છે. આ ફાયદો અઠવાડિયા માં જ થતો હોય છે.

– પુષ્પકુમાર પુરોહિત રાજકોટ

NO COMMENTS