અમદાવાદ : જીકા વાયરસની ત્રણ વ્યકિતને અસર

0
64
Zika virus identified in ahmedabad
Zika virus identified in ahmedabad

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગુજરાતમાં ત્રણ લોકો ની જિકા વાયરસ ની અસર હોવાને અહેવાલ આપ્યો છે. ત્રણેય વ્યકિત અમદાવાદના બાપુનગર વિસ્તાર ના નિવાસી છે.
અન્ય જિલ્લા સહિત દક્ષિણી અમેરીકાના દેશોમાં દહેશત મચાવ્યા પછી જીકા વાયરસ ભારતમાં પગ પેસારો કરી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગુજરાતમાં ત્રણ લોકોને જીકા વાયરસ થી પીડાતા હોવાનું સમર્થન આપ્યું છે. ત્રણે દર્દીઓ હાલમાં અમદાવાદ માં છે. અમદાવાદમાં જીકા વાયરસ હોવાની પહેલા જાણકારી જાન્યુઆરી માસમાં સામે અવી હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ફાઇનલ પૃષ્ટિ નેશનલ ઇન્સ્ટી. ઓફ વાયરોલોજી ની નેશનલ રેફરન્સ લેબોરેટરીમાં આવી છે. જેમાં ત્રણ લોકોને આરટી પીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે. ડબ્લ્યુએચઓ ના રિપોર્ટમાં જણાવ્યું કે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં 10 થી 16 ફેબ્રુઆરી વચ્ચે 93 બ્લડ સેમપલ લેવાયા હતા જેમાં 64 વર્ષના વૃદ્ધમાં જીકા વાયરસ જણાયા હતા. આ ભારતમાં જીકા વાયરસ ફેલાવાનો પહેલો કેસ છે. એ પહેલા એક 34 વર્ષીય મહિલાના બ્લડ સેંપલ માં જીકા વાયરસ મળ્યા હતા. તે સમયે તેના બ્લડ સેંપલ માં જીકા વાયરસ મળ્યા હતા.
હાલમાં જીકા વાયરસ ની કોઇ વેકસીન નથી. પરંતુ મચ્છરોને કાબૂ કરીને ખતરો ટાળી શકાય છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS