જયોતિષ મુજબ જાન્યુઆરી માસ કેવો રહેશે ? : ઉપાય

0
164
zodiac-with-astrological
zodiac-with-astrological

(શાસ્ત્રી હિરેનભાઇ એસ.જોષી-રાજકોટ)
મેષ : મેષ રાશીના જાતકો માટે આ માસમાં સ્વાસ્થ્યમાં ચઢાવ ઉતાર આવે. સરકારીક્ષેત્રે લાભ, સફળતા મળતી હાથવેંત લાગે સંતાન તરફથી ચિંતા રહે.માન,યશ પ્રાપ્ત થાય.રાજકીય ક્ષેત્રમાં આગળ વધી શકો
– ઉપાય : આ જાતકો માટે દરરોજ ઓમ ગં ગણપતયે નમ : ની ત્રણ માળા કરવી તેમજ સૂર્યને અર્ઘ્ય આપવો.
વૃષભ : વૃષભ રાશિના જાતક માટે કોઇને કોઇ વાતને લઇને મન પરેશાન રહે. સફળતા પણ મળે. દુશ્મનોથી સાવચેત રહેવું. ઘરમાં ગૃહસ્થ જીવનમાં ખાસ ધ્યાન રાખવું. સંતાનથી લાભ રહે.
– ઉપાય : આ રાશીના જાતકોએ કુળદેવીને રવિવારે ખીર ધરાવવી, હનુમાન ચાલીસાના પાંચ પાઠ દરરોજ કરવા.
મિથુન : મિથુન રાશિવાળા જાતક માટે કાર્યમાં સફળતા મળે, રોકાયેલા કામ આગળ વધે, નવી મિલ્કત અથવા વાહન લેવાનું બને, ખાવામાં તકેદારી રાખવી. કોઇ સાથે મનદુ:ખ થાય તેવું ન બોલવું.
– ઉપાય : આ રાશીના જાતકો માટે બુધવારે વિષ્ણુ ભગવાનને ભોગ ધરાવવી પછી જમવું આરોગવું.
કર્ક : કર્ક રાશિવાળા વાળા જાતકો આ માસમાં પ્રથમ અને છેલ્લુ સપ્તાહ સફળતા અપાવનાર છે. વચ્ચે ના બે સપ્તાહમાં વિપરીત હાલતના કારણે સંભાળવું. પૈસા અટવાઇ ન જાય તે સંભાળવું.સંતાન તરફથી મદદ મળે
– ઉપાય : આ રાશીના જાતકોએ મહાદેવજીની ઉપર દર્ભ, પુષ્પ અર્પણ કરવા તેમજ ઓમ નમ શિવાય માળા કરવી
સિંહ : સિંહ રાશી વાળા જાતકો માટે આ માસ દરમ્યાન સતત મન અશાંત રહ્યા કરે. દામ્પત્યજીવનમાં કલહ ન થાય તેની તકેદારી રાખવી. આર્થિક બોજો વધતો લાગે. કરીએ કંઇક અને થાય કંઇક. સંતાન પ્રશ્ર્ન હલ થાય
– ઉપાય : આ રાશીના જાતકોએ સૂર્યનારાયણને ઉદય થતો હોય ત્યારે ગોળ નાખી અર્ઘ્ય આપવો
કનયા : કનયા રાશિ વાળા જાતકો માટે માસ દરમ્યાન શુભ સમાચાર મળવાના છે. અટવાયેલા કામમાં સફળતા મળે. દામ્પત્યજીવનમાં મધુરતા છતાં દુ:ખ મનોવ્યથા રહ્યા કરે, કુટુંબમાં વિખવાદ ન થાય તે ખાસ જોવું.
– ઉપાય : ઘાબળીનું દાન ગરીબોને કરવું. તથા ઓમ ગુરુવે નમ : ની માળા દરરોજ એક કરવી જોઇએ.
તુલા : તુલા રાશી વાળા જાતકો માટે આ માસ દરમ્યાન ધાર્મિક કાર્યમાં ખર્ચ થાય. અચાનક લાભ મળવા પાત્ર બને. વ્યવસાયમાં સફળતા મળે. ભાઇ સાથે મધ્યમ વ્યવહાર રહે. સ્વાસ્થ્ય સંભાળવું. ખાસ કરીને કર્જ બાબતે સંભાળ રાખવી અત્યંત જરૂરી
– ઉપાય : જાતકોએ ગાયોને ઘાસ નાખવું તેમજ શિવ મહિમ્ન્ન સ્ત્રોત્ર પાઠ કરવો.
વૃશિક : વૃશિક રાશીના જાતકો માટે આ માસ દરમ્યાન શું કરવું અને શુ ન કરવું વચ્ચે અટવાશો, માતાથી લાભ, દામ્પત્યજીવન સારું, કોર્ટ કચેરીમાં ફસાય ન જાવ તેની તકેદારી રાખવી. સંપતિમાં વધારો થાય.
– ઉપાય : 11 હનુમાન ચાલીસાના પાઠ કરવા દરરોજ તેમજ શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો.
ધન : ધન રાશી વાળા માટે લેણ દેણ સમજીને કરવી હિતાવહ છે. કોઇ જવાબદારીમાં ફસાઇ ન જાવ તેનું ધ્યાન રાખવું. પ્રવાસ યાત્રા જવાના યોગ બને. મીલ્કતમાં વધારો થાય. ખર્ચ વધારે થાય ચીંતા વધારે રહ્યા કરે.
– ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો પીળો રુમાલ પોતાની પાસે રાખવો. શનિવારનું વ્રત રાખવું.
મકર : મકર રાશી વાળા જાતકો માટે આ માસ વાહનથી ખાસ સંભાળવું. ભાગ્ય સાથ આપનાર બને. અચાનક લાભ મળે. સંતોનો ની પ્રગતિ થાય, આવકમાં પણ વધારો થતો જણાય.અચાકન લાભ મળે
– ઉપાય : મહાદેવજીના મંદિરે દાન કુતરાને ખવડાવવું, શુક્રવારે ગોળચણાનો પ્રસાદ વિષ્ણુ ભગવાનને ધરાવવો .
કુંભ : કુંભ રાશી વાળા જાતકો માટે શરીર બાબતે તકેદારી રાખવી. ખાન પાનમાં ધ્યાન રાખવું, કર્જ ના ચકકરમાં ફસાઇ ન જાવ તે જોવું, કોઇ અંગત વ્યકિત દ્વારા છેતરાઇ ન જાવ તે જોવું, ખાન પાનમાં તકેદારી રાખવી.
– ઉપાય : બુધવારે લીલા નાળીયેરના ત્રોફાનું પાણી મહાદેવજી ઉપર અભિષેક કરવો તથા ઓમ નમ શિવાય જપ કરવા
મીન : મીન રાશી વાળા જાતકો માટે આ માસમાં ઘણી બધી સફળતા મળવા પાત્ર છે. નોકરીની શોધમાં હોય તેને નોકરી મળે, વિવાહ યોગ બને છે, કોઇપણ નિર્ણયમાં ઉતાવળ ન કરવી. સ્વાસ્થ્ય સારું રહે. કોઇ આકસ્મીક લાભ મળે, યાત્રા પ્રવાસ બને.
– ઉપાય : દત્તબાવની ના 11 પાઠ દરરોજ કરવા તેમજ વડીલોની સેવા કરવી.

આપના જીવનને મુંઝવતા તથા વિકટ પ્રશનોના જવાબ માટે :
શાસ્ત્રી હિરેનભાઇ એસ.જોષી-રાજકોટ મો. 99244 05000

NO COMMENTS